(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે મિત્રો આપનો પરિચય કોઈ મહત્વની વ્યક્તિ સાથે કરાવશે. આજે આર્થિક લાભ થાય તેવી શક્યતા. આજે રચનાત્મક કાર્યોમાં આપની રૂચિ રહેશે. જીવનસાથી તરફથી આજે કોઈ સરપ્રાઈઝ મળી શકે છે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપને કોઈની સાથે મતભેદ થાય તેવી શક્યતા જણાય છે. આર્થિક સમસ્યાઓને કારણે મૂંઝવણ અનુભવી શકો છો. માતા – પિતાના આર્શિવાદ પ્રાપ્ત થાય. આજે કોઈની સાથે પ્રેમ થવાની શક્યતા છે.

? મિથુન (ક,,ધ) ?

આજે લાગણીઓને કાબૂમાં રાખશો તો શાંતિ પ્રાપ્ત કરી શકશો. કોઈ અંગત વ્યક્તિને કારણે આપનું મન ખિન્ન થઈ શકેછે. જે પોતે ના કરી શકતા હોવ એવું કામ બીજાને કરવા માટે ફરજ પાડવી નહીં.

? કર્ક (ડ,હ) ?

આજે પોતાની જાતને આશાવાદી બનાવશો તો આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ડર, ઇર્ષ્યા જેવા ભાવ મન પર છવાયેલા રહેશે. પરિવાર માટે ખર્ચો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે વાત કરીને શાંતિ મળે.

? સિંહ (મ,ટ) ?

આજે આપ ઉર્જાવાન રહેશો. આજે વડીલો તરફથી બચતનો બોધપાઠ મેળવી શકો છો. આજે આપની સલાહથી કોઈ વ્યક્તિને ખાસ્સો એવો લાભ થાય. આજે જીવનસાથી આપને ખુશ રાખવાનો અથાગ પ્રયત્ન કરી શકે.

? કન્યા (પ,,ણ) ?

આજે આપ કોઈ અસાધારણ કાર્ય કરી શકો છો. જીવનસાથી સાથે મળીને ભવિષ્યની યોજના બનાવી શકો છો. નશાની કોઈ લત આજે છોડી શકો છો. આજે જીવનમાં કોઈ રોમાંચક ચીજ બની શકે છે.

? તુલા (ર,ત) ?

આજે આપને પોતાના નિર્ણયો ખોટા હોવાનો આભાસ થશે. વિચાર્યા વગર વેડફેલ નાણાં અંગે પસ્તાવો થઈ શકે છે. બાળકો તરફથી સારો સહકાર પ્રાપ્ત થાય. અંગત વ્યક્તિઓ સાથે સમય વિતાવવાનું મન થઈ શકે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે બહારનું ખાવાનું ટાળવું. કારણ વગરનો તણાવ આપના મન પર છવાયેલો રહેશે. શેર સટ્ટાથી લાભ પ્રાપ્ત થાય. પરિવારજનો સાથે વાદ વિવાદ ટાળવો. મહત્વના વેપારીક સોદા કરતી વખતે શાંતિ જાળવવી

? ધન (ભ,,,ધ) ?

આજે નકારાત્મ વિચારો મન પર છવાયેલા રહેશે. દાન – પુણ્યથી આપનો દિવસ શાંતિમય રીતે વિતે. મહત્વની વ્યકિતઓને મળતી વખતે પોતાની જાતને પગમાં મુકવી નહીં. ગુસ્સા પર નિયંત્રણ જરૂરી.

? મકર (ખ,જ) ?

આજે વડીલોની વાતો નહીં માનવાને કારણે હેરાન થઈ શકો છો. નવા વિચારો આપના મગજ પર છવાયેલા રહેશે. આજે આપનો ઉદ્ધત વર્તાવ નજીકના લોકોને દુઃખી કરી શકે. ખરાબ બાબતોને ભૂલવી જરૂરી.

? કુંભ (ગ,,,સ) ?

આજે છૂપી સમસ્યાઓ માનસિક તણાવ આપી શકે છે. આજે ખોટા ખર્ચા થાય તેવી શક્યતા. અંગત વ્યક્તિઓને આજે છેતરી શકો છો. જીવનસાથી આજે આપની સાથે કોઈક વાતે નારાજ થઈ શકે છે.

? મીન (દ,,,થ) ?

આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાનના શિક્ષણ માટે ખર્ચ કરવો પડી શકે છે. ભૂતકાળમાં કરેલી ભૂલો આજે આપને હેરાન કરી શકે છે. માતા – પિતા તરફથી ઠપકો પ્રાપ્ત થાય. દિવસ તણાવ ભર્યો રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *