(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
ભૂતકાળમાં લીધેલા કોઈ ખોટા નિર્ણયને કારણે આજે માનસિક અશાંતિ ભોગવવી પડી શકે છે. આજે નિર્ણય લેવામાં ખચવાટ અનુભવી શકો છો. આજે કામકાજમાં અડચણ ભોગવવી પડી શકે છે. જીવનસાથી નારાજ થશે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે ડરની ભાવના આપના આનંદને ગ્રસી શકે છે. આર્થિક સ્તરે લાભ પ્રાપ્ત થાય. ઉધારીમાંથી મુક્તિ મળી શકે છે. રચનાત્મક વિચાર ધરાવતાં લોકો સાથે હળવા મળવાથી રાહત મળે. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત થશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આધ્યાત્મિક કાર્યોમાં જોડાઈને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. આજે કિંમતી ચીજવસ્તુઓની વિશેષ કાળજી રાખવી જરૂરી. કોઈ મિત્રની અંગત સમસ્યામાં આપે પડવું પડી શકે છે. જીવનસાથી આપને આજે સમજે.
? કર્ક (ડ,હ) ?
આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી. આ રાશિના બેરોજગાર જાતકોને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. બીજા માટે સ્વેચ્છાએ કરેલું કાર્ય આપને પ્રશંસા આપશે. જીવનસાથી તરફથી સકારાત્મક વાતો સાંભળવા મળે.
? સિંહ (મ,ટ) ?
આજે દિવસની શરૂઆત આર્થિક હાનિ સાથે થાય તેવી શક્યતા. આપના વિનમ્ર સ્વભાવની પ્રશંસા થશે. આજે પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. આજે કિંમતી સમય ટીવી – મોબાઈલમાં બગાડી શકો તેવી શક્યતા.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપની પાસે પોતાના માટે પુરતો સમય હશે. લાંબા ગાળાનું રોકાણ કરવા માટે યોગ્ય દિવસ. લોકો આપની દ્રઢતા અને ક્ષમતાઓની પ્રશંસા કરી શકે છે. આજે આપ લોકોની મદદ કરશો. જીવનસાથી સાથે સુખમય દિવસ.
? તુલા (ર,ત) ?
આજે સંતાન અથવા નાના બાળકોને કારણે આનંદ પ્રાપ્ત કરી શકો છો. પૈસા અચાનક આપની પાસે આવશે, જેના કારણે ખર્ચ સંભાળી શકશો. સહિ કરવામાં ધ્યાન રાખવું જરૂરી. જીવનસાથી સાથે પારિવારીક ચર્ચા થાય.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે આપે કોઈ મહત્વનો નિર્ણય લેવો પડે, જેના કારણે માનસિક તાણ અનુભવી શકો છો. મનોરંજન પાછળ અધિક સમય કે નાણાં ખર્ચવાનું ટાળવું. કોઈ મિત્ર આપના ઉદાર સ્વભાવનો ગેરલાભ ઉઠાવી શકે તેવી શક્યતા.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સગાં સંબંધીઓ સાથે મળીને વેપાર ધંધો કરતાં જાતકોએ સાવધાન રહેવું. પોતાના પ્રિયજનોની નાની ભૂલોને અવગણવી પડી શકે છે. જીવનસાથી આજે આપને હૂંફ આપશે.
? મકર (ખ,જ) ?
આજે ખાન – પાનમાં કાળજી નહીં રાખો તો તબિયત બગડી શકે છે. શેર સટ્ટામાં નુકસાનની શક્યતા જણાય છે. ઘરના કામોમાં થાક અનુભવી શકો છો. આજે હરવા ફરવાની યોજનામાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય તેવી શક્યતા.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે મિત્રો તરફથી વિશેષ સહકાર અને પ્રશંસા પ્રાપ્ત થાય. નાણાંકીય બાબતે અટવાયેલો કોઈ મામલો આજે સુલઝાવી શકશો. પરિવારજનો સાથે સારો એવો સમય વિતાવી શકો છો. જીવનસાથી જૂની વાતો યાદ કરાવે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે અવાંછિત વિચારો આપના મગજ પર છવાયેલા રહેશે. ભૂતકાળમાં કરેલું રોકાણ આજે લાભ આપી શકે છે. આજે કોઈની સાથે ઝગડો થાય તેવી શક્યતા. અહંકારની ભાવના ત્યજવી. જીવનસાથી સાંત્વના આપી શકે છે.