(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે બચાવેલું ધન આપના ખૂબ કામ આવી શકે છે. દિવસભરની દોડધામ વચ્ચે આપ પરિવારજનો માટે સમય કાઢી શકશો. જીવનસાથી આજે આપની તરફ ઓછું ધ્યાન આપે, જેના કારણે કચકચ થઈ શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આધ્યાત્મિક કાર્યોમાં જોડાઈને શાંતિ પ્રાપ્ત કરી શકશો. આજે અણધારી જગ્યાએથી નાણાં પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈપણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં ધ્યાનથી બધી વિગતો વાંચી લેવી જરૂરી છે. દિવસ શુભ.
? મિથુન (ક,છ,ધ) ?
આજે કોઈ ઉધારી ગમે તે સંજોગોમાં ચુકવવી પડે તેવી શક્યતા. આજે આપ મિત્રોને સહાય કરશો તો આનંદ પ્રાપ્ત થશે. આજે લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી. જીવનસાથી જૂના દિવસો યાદ કરાવી શકે છે.
? કર્ક (ડ,હ) ?
આજે કોઈના વિશે નકારાત્મક વિચારો મન પર હાવી રહેશે. આજે કોઈ વ્યક્તિ આપની પાસે નાણાં ઉધાર માંગે તેવી શક્યતા. સામાજીક પ્રસંગમાં હાજરી આપી શકો છો. કામકાજમાં તકલીફ જણાય. જીવનસાથી ભેટ આપે.
? સિંહ (મ,ટ) ?
આજે પોતાના જીદ્દી સ્વભાવ પર કાબૂ રાખવો જરૂરી. વેપારને મજબૂત કરવા કોઈ નવું પગલું ભરી શકો છો. કોઈ અંગત વ્યક્તિ તરફથી આર્થિક સહાય મળે. જીવનસાથીને આનંદમાં રાખવાથી દિવસ સારો વિતશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે બિમાર જાતકોએ વિશેષ કાળજી રાખવી. નાણાંકીય બાબતો અંગે કલહ થાય તેવી શક્યતા છે. કોઈ વ્યક્તિના દુઃખમાં સહારો આપવો પડી શકે છે. લેવડ દેવડમાં ધ્યાન રાખશો. જીવનસાથી સાથે કંકાસ થાય.
? તુલા (ર,ત) ?
કોઈ જૂના મિત્રને મળવાથી આનંદ પ્રાપ્ત થશે. અચાનક નવા સ્રોતથી ધન પ્રાપ્ત થવાની શક્યતા. કોઈ વડીલ સંબંધી આપની સમસ્યામાં છુટકારો અપાવે. આજે મન શાંત રાખવા વિશેષ પ્રયાસ કરવા પડી શકે છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે આપ ઉર્જાસભર રહેશો. આજે નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકશો. આજે આપની રચનાત્મક પ્રતિભા આસપાસના લોકોને પ્રભાવિત કરશે. જીવનસાથી તરફથી પૂરતી હૂંફ પ્રાપ્ત થશે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે યાત્રા – પ્રવાસથી લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. કેટલાંક સમયથી ટળી રહેલું કાર્ય આજે પુરું કરી શકો છો. કામ અને ઘરના દબાવને કારણે થોડો ગુસ્સો કરી શકો છો. જીવનસાથી કોઈ સલાહ આપી શકે છે.
? મકર (ખ,જ) ?
આજે પોતાના વ્યક્તિત્વને વિકસિત કરવા માટે ગંભીર પ્રયાસ કરશો. કોઈ જૂનો મિત્ર આર્થિક મદદ માંગી શકે છે. આજે પ્રિયજનો સાથે વાત કરતી વખતે શબ્દો ખૂબ કાળજીપૂર્વક વાપરવા જરૂરી. જીવનસાથી નારાજ થાય.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે નજીકના લોકોનો સહયોગ પ્રાપ્ત થાય. ઘરેથી સકારાત્મક વિચારો સાથે બહાર નિકળશો. કોઈ કિંમતી ચીજ ખોવાય કે ચોરાય તેવી શક્યતા. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. જીવનસાથી સાથે આનંદ અનુભવશો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપ કોઈ વિશેષ વ્યક્તિની ગેરહાજરી અંગે વિચાર કરશો. આપના મજાકીયા સ્વભાવને કારણે આસપાસનું વાતાવરણ સારું બનાવી શકો છો. આજે કામના ભારણને કારણે ગુસ્સો કરવો હિતાવહ નથી.