(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે લાંબા ગાળાથી ચાલતી કોઈ બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત થાય. કામકાજ બાબતે યાત્રા પ્રવાસ કરવાનું થઈ શકે છે. નાણાંનો ખોટો વ્યય થવાની શક્યતા. કોઈ આધ્યાત્મિક ગુરુને મળવાથી આનંદ પ્રાપ્ત થઈ શકે છે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે અન્ય લોકોને પ્રોત્સાહિત કરશો. પરિવારજનો સાથે કોઈ વિશેષ કાર્યક્રમ યોજાઈ શકે છે. વ્યાપારીક લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી. જીવનસાથી આજે આપના માટે કોઈ ભેટ – સોગાદ લાવી શકે છે.

? મિથુન (ક,,ધ) ?

આજે યાત્રા પ્રવાસને કારણે થાક અને તણાવ અનુભવી શકો છો. આજે ઉધાર ચુકવવામાં અડચણ ઉત્પન્ન થઈ શકે છે. આજે વાંચનમાં સમય વિતાવવો હિતાવહ રહેશે. જીવનસાથી સાથે આજે ઝગડો થાય તેવી શક્યતા.

? કર્ક (ડ,હ) ?

આજે જીવનશૈલીમાં પરિવર્તન લાવવાના વિચારો મન પર હાવી રહી શકે છે. આર્થિક સ્તરે રાહત રહેશે. આજે ભાવનાત્મક સ્તરે સહાય પ્રાપ્ત થશે. વૈવાહીક જીવનની સાઈડ ઇફેક્ટ્સનો આજે સામનો કરવો પડી શકે છે.

? સિંહ (મ,ટ) ?

આજે માનસિક રીતે દ્રઢ થવા માટે પ્રયાસ કરવા જરૂરી. નાણાંને લગતી કોઈ બાબત સોલ્વ થવાથી ધન લાભ થાય. આજે ભાઈ તરફથી મદદ પ્રાપ્ત થાય. બીજાને ખુશ કરવાની આપની પ્રતિભાથી ફાયદો પ્રાપ્ત થાય.

? કન્યા (પ,,ણ) ?

આજે વજન ઘટાડવા અંગેના પ્રયાસો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ. કોઈ જૂનો મિત્ર આર્થિક મદદ માંગી શકે છે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. વડીલોના વાત પર પૂરતું ધ્યાન આપશો તો લાભ પ્રાપ્ત થઈ શકે છે.

? તુલા (ર,ત) ?

આજે જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા થવાની શક્યતા જણાય છે. વિદેશમાં રહેલી જમીનના સારા ભાવ મળી શકે છે. કામકાજમાં આજે મગજ વધુ કસવું પડી શકે છે. જીવનસાથી આજે આપની પ્રશંસા કરી શકે છે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે આપનો સકારાત્મક વર્તાવ લોકોને પ્રભાવિત કરશે. રોકાણ કરવા માટે આજનો દિવસ શુભ રહે. બીજાને પ્રભાવિત કરવા માટે ખોટો દેખાડો કરવાનું ટાળવું. જીવનસાથી આજે મજાક મસ્તીના મૂડમાં રહી શકે છે.

? ધન (ભ,,,ધ) ?

આજે મિત્રોનો સહકાર પ્રાપ્ત થવાથી આનંદ પ્રાપ્ત થાય. નવા આર્થિક કરાર અંતિમ સ્વરૂપ ધારણ કરશે. આજે જ્યાં સુધી આપને પુછવામાં ના આવે ત્યાં સુધી મત આપવાનું ટાળવું જરૂરી. જીવનસાથી સાથે આનંદ રહેશે.

? મકર (ખ,જ) ?

આજે નકારાત્મક વિચારો પર કાબૂ રાખવાથી રાહત પ્રાપ્ત થશે. દાન – પુણ્ય કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. આજે પરિવારજનો વચ્ચે વિખવાદ થાય તો આપ જોડાણ લાવશો. જીવનસાથી સરપ્રાઈઝ આપી શકે છે.

? કુંભ (ગ,,,સ) ?

આજે તન – મનથી સ્વસ્થતા અનુભવશો. વ્યસન પાછળ ખર્ચ કરવામાં નિયંત્રણ રાખવું જરૂરી. પરિવારજનો સાથે મતભેદ થવાની શક્યતા છે. મનમાં અજાણી ચિંતાઓ ઘેરાયેલી જોવા મળી શકે છે. મધ્યમ દિવસ.

? મીન (દ,,,થ) ?

આજે આપ આશાસ્પદ રહેશો. સંતાનની પ્રગતિથી આનંદીત રહેશો. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. આજે ભરપૂર રચનાત્મક અને ઉત્સાહસભર રહેશો. જીવનસાથી આજે આપને અલૌકિક આનંદ આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *