- ભૂમિ ત્રિવેદી – રાહુલ વૈદ્યના આલ્બમનો વિડીયો દશેરાએ રિલિઝ કરાયો.
- દેવી – દેવતાઓનું અપમાન કરતું ગીત તાત્કાલિક હટાવવા કલાકારોની માગ
FunRang. નવરાત્રિ પર્વ બાદ દશેરા નિમિત્તે રિલિઝ કરાયેલા ભૂમિ ત્રિવેદી – રાહુલ વૈદ્યના ગરબે કી રાત આલ્બમના ગીતમાં અરૂચિકર દ્રશ્યો હોવાથી કલાકારો સહિત યુવાનો ભારે રોષ વ્યાપી ગયો છે. રાજકોટમાં સાઈબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, માં મોગલ અને માં મેલડીના ગીતમાં ગરબા સાથે અશ્લિલ ડાન્સ દ્રશ્યો હોવાને કારણે તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
ગરબે કી રાત ગીતમાં રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો…નો ઉપયોગ કરાયો છે પણ ગીતની કોરિયોગ્રાફીમાં નિયા શર્મા અશ્લિલ ડાન્સ કરતી જોવા મળી રહી હોવાથી વિવાદ સર્જાયો છે.
લોકગાયક કિર્તીદાન ગઢવીએ દિવ્યભાસ્કરના ન્યૂઝપોર્ટલને જણાવ્યું હતું કે, હાલમાં માતાજીના ગરબા ચાલી રહ્યા છે. આ ગીતમાં મેલડી માતા અને મોગલ માતાના નામે જે ગીત રજૂ કરાયું છે તે ઘણું જ અશ્લિલ છે. તેનાથી યુવાન અને સમાજ પર ખોટી અસર પડે છે. ગરબામાં જે ડાન્સ અને કપડાં પહેરવામાં આવ્યા છે તે પણ ઘણં જ અશ્લિલ છે. આવા દ્રશ્યો તાત્કાલિક હટાવી દેવા જોઈએ. તેવી અમારા ગઢવી, ચારણ અને ક્ષત્રિય સમાજની માંગ છે.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ દિવ્ય ભાસ્ક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું છે કે, માતાજીના નામે આવી અશ્લિલતા નહીં ચલાવી લેવાય. આ ગીતને તાત્કાલિક ધોરણે સોશિયલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે. નહીંતર સારું નહીં થાય.
જ્યારે બોલીવુડ સિંગર રાહુલ વૈદ્યએ આ મામલે માફી માંગતા કહ્યું છે કે, કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો અમારો ઇરાદો નહોતો. આ ભૂલ અજાણતા થઈ ગઈ છે. મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઈશ. શનિ – રવિની રજાને કારણે ટીમ રજા પર છે. મને ત્રણ દિવસનો સમય આપો.
મોગલધામ લુવારિયાના વહીવટકર્તા અને મૂળ લાઠી તથા હાલ રાજકોટના કાલાવાડ રોડ પર રહેતા એડવોકેટ કુલદીપ આર. દવેએ સાઈબર ક્રાઈમમાં અરજી કરીને વીડિયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
#Funrangnews