(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે આપનું કોઈ મોટું સપનું પૂરું થઈ શકે છે. શેર બજારમાં રોકાણ કરવાનું ટાળવું જરૂરી. પરિવારના પ્રશ્નો અંગે તણાવ સહન કરવો પડી શકે છે. આજે ઘરમાં કોઈ આગંતુક આવી શકે છે. જીવનસાથી શાંતિ આપશે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આર્થિક દ્રષ્ટિએ આપના માટે મિશ્ર દિવસ રહેશે. આજે નાના કામ માટે વધારે મહેનત કરવી પડી શકે છે. આજે યાત્રા પ્રવાસ પર જવું લાભકારક રહી શકે છે. જીવનસાથી રોમાંચક મૂડમાં રહે તેવી શક્યતા જણાય છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે કોઈ સમસ્યાને કારણે માનસિક તણાવ સહન કરવો પડી શકે છે. આજે બચત કરેલાં નાણાં મહત્વના કાર્યમાં કામ લાગી શકે છે. કામમાં વધું વ્યસ્ત રહી શકો છો. જીવનસાથી આજે નારાજ થઈ શકે છે.
? કર્ક (ડ,હ) ?
આજે સારી બાબતોને ગ્રહણ કરવા માટે આપનું મન ખુલ્લું રહેશે. ખૂબ અંગત મિત્રો સાથે હરવા ફરવા જાવ તેવી શક્યતા છે. રચનાત્મક કાર્યો કરવા માટે ઉત્તમ દિવસ. જીવનસાથીનો સ્વભાવ ચીડચીડીયો રહી શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે આપની પ્રગતિને ધુંધળી કરી રહેલી બાબતોથી ઉપર ઉઠવાનો પ્રયાસ કરશો. પરિવારજનો આપની પ્રશંસા કરી શકે છે. આજે આપના રચનાત્મક કાર્યોને પ્રશંસા મળી શકે છે. જીવનસાથી સાથે આનંદ રહે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે મનપસંદ કાર્યો કરવા માટે સારો દિવસ રહેશે. ભાઈ –બહેનો તરફથી નાણાં માંગવામાં આવી શકે છે. ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી. આજે અનુભવી વ્યક્તિઓની સલાહથી મૂંઝવણમાંથી માર્ગ મેળવી શકો.
? તુલા (ર,ત) ?
આજે લાંબા ગાળાના થાકથી રાહત પ્રાપ્ત કરી શકો છો. જીવનશૈલીમાં પરિવર્તન લાવવાના પ્રયાસ કરશો. આજે આપને ઉઘરાણી સામેથી આવીને મળી શકે છે. જીવનસાથી સાથે ધાર્મિક સ્થળે જઈ શકો છો.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે નાની બાબતો સામ આંખ આડા કાન કરવા જરૂરી છે. શેર – સટ્ટામાં નુકસાન થવાની સંભાવના છે. પારિવારીક જવાબદારી પર ધ્યાન આપવું પડી શકે છે. જીવનસાથી સાથે વિશિષ્ટ સમય પસાર થાય.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે એવા મિત્રોથી બચીને રહેવું જે આપની લાગણીનો ગેરલાભ ઉઠાવતાં હોય. ઘરના વાતાવરણમાં ફેરબદલ કરવાનો વિચાર કરી શકો છો. વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થાય. જીવનસાથી આકસ્મિક ઉપહાર આપી શકે.
? મકર (ખ,જ) ?
આજે અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે જરૂર કરતાં વધુ ખર્ચ કરવો નહીં. પોતાની લાગણીઓ પર આજે કાબૂ રાખવો જરૂરી. આજે પોતાના માટે સારો એવો સમય કાઢી શકો છો. જીવનસાથી સાથે ઉત્તમ સાંજ પસાર થાય.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આંખ કે દાંતને લગતી સમસ્યા હેરાન કરી શકે છે. નાણાં હાથમાં ટકશે નહીં. આજે પરિવારને લગતાં કોઈ નિર્ણય પર ખાસ્સો વિચાર કરવો પડી શકે છે. જીવનસાથીની ખુબીઓને કારણે આપ આનંદ પ્રાપ્ત કરશો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે મુશ્કેલીભર્યા સંજોગમાંથી ઈચ્છાશક્તિને આધારે બહાર નિકળી શકો છો. કડવા શબ્દોનો ઉપયોગ કરવાથી અંગત લોકો નારાજ થઈ શકે છે. સાસરી પક્ષથી લાભ પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે હરવા ફરવા જઈ શકો.