funrang. પૃથ્વીથી લગભગ 400 કિમી દૂર નિયત ઓર્બિટમાં ચક્કર કાપતાં ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર ઘણાં કારણોસર જોખમ તોળાતું હોય છે. વર્ષ 2020માં સ્પેશ સ્ટેશનમા એક મોડ્યુલમાં થયેલાં લિકેજને ટી-બેગથી શોધીને અવકાશયાત્રીઓએ મોટું નુકશાન થતું બચાવ્યું હતું.
સામાન્ય સંજોગોમાં સ્પેશ સ્ટેશન પૃથ્વીની ઓર્બિટમાં એક ચક્કર કાપવા માટે 93 મીનીટનો સમય લે છે. દરરોજ પૃથ્વીના 15.5 જેટલાં ચક્કર કાપવાના કાર્યમાં સ્પેશ સ્ટેશન આશરે 250 ગ્રામ હવા ગુમાવે છે. પરંતુ, આકસ્મિક સંજંગોમાં લિકેજને કારણે વધુ હવા ઓછી ત્યારે ચિંતા સર્જાય છે.
2020ની ઘટનામાં એવું થયું કે, દિવસભરમાં રોજ કિલો જેટલી હવા ઓછી થવા લાગી હતી. સ્પેશ સ્ટેશન પર અમેરિકા, જાપાન, રશિયા, કેનેડા અને યુરોપના અવકાશયાત્રીઓ ઉપસ્થિત હતાં. જ્યારે આ લિકેજ અંગે આશંકા ઉત્પન્ન થઈ ત્યારે, તેઓને સ્ટેશનમાં લિકેજ ક્યાં થયું છે તે શોધવાનું શરૂ કરવું પડ્યું.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
સ્ટેશનની કોઈ દિવાલ પર પડેલું બારીક લિકેજ શોધવું ખૂબ કપરી કામગીરી હોય છે. અવકાશયાત્રીઓએ લિકેજ શોધવા માટે અવકાશયાત્રીઓએ 4 દિવસ સુધી વિવિધ મોડ્યુલ્સમાં પ્રયોગો કર્યા પરંતુ તેમાં કોઈ પરિણામ પ્રાપ્ત થયું નહીં. પણ, તેઓને ખ્યાલ આવ્યો કે, 2000ની સાલમાં લોન્ચ કરાયેલા રશિયન ભાગના Zvezda મોડ્યુલમાં લિકેજ હોઈ શકે.
Zvezda મોડ્યુલ સ્પેશ સ્ટેશન પર ખૂબ મહત્વનું છે. કારણકે, જ્યારે સ્ટેશન પર કોઈ ઇમર્જન્સી આવે છે ત્યારે Zvezda લાઈફ સપોર્ટ સિસ્ટમ્સનું કાર્ય કરે છે.
ગત ઓક્ટોબર 2020માં રશિયન અવકાશયાત્રી એનોટોલી ઇવાનિશિને Zvezda મોડ્યુલમા કેમેરા લગાવ્યા, ત્યારબાદ ટી-બેગ ખોલીને ચાના દાંણા વેરી દીધા અને દરવાજો બંધ કરી દીધો. થોડીવાર બાદ તેમણે જોયું કે, ચાના દાંણા સ્પેશ સ્ટેશનની ધાતુની દિવાલ પર પડેલા નાનકડા સ્ક્રેચ પરફ જવા લાગ્યા હતાં.
એ કોઈ સામાન્ય સ્ક્રેચ નહોતો, અવકાશયાત્રીઓએ જોયું તો એ એક તિરાડ બની હતી જેમાંથી હવા બહાર નિકળી રહી હતી. તેથી અવકાશયાત્રીઓએ તેને તાત્કાલિક સીલ મારી દીધું. અને એક મોટું નુકસાન થતું બચાવી લીધું.
આપને જણાવી દઉં કે, ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન 20 નવેમ્બર 1998ના રોજ લોન્ચ કરાયું હતું. તેને બનાવવાનો ખર્ચ 150 બિલીયન ડોલર આવ્યો હતો. અને દર વર્ષે 3 થી 4 બિલીયન ડોલર્સનો ખર્ચ તેના મેઇન્ટેનન્સમાં થાય છે. સ્પેશ સ્ટેશન પર પડેલી તિરાડ ક્યાં તો ધાતુ નિર્બળ થવાને કારણે અથવા તો નાની ઉલ્કા અથડાવાના કારણે પડી હોઈ શકે.
એકંદરે, ટી-બેગના કારણે સ્પેશ સ્ટેશનમાં ખૂબ મોટું નુકસાન થતું બચ્યું હતું. જેને હાલ લગભગ એક વર્ષ જેટલો સમય થયો છે.
#Funrangnews #Information #technology