કેમ જોવી?: ખૂન પીતાં બંગાળી ડ્રેક્યુલા જોવાની જિજ્ઞાસા સંતોષવી હોય તો!

કેમ ન જોવી?: ચીલાચાલુ કૉન્ટેન્ટની નફરત હોય તો!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ એક બાબત સિને’મા’ માટે હંમેશા આશ્ચર્ય પેદા કરનારી રહી છે. ભારત પાસે આટઆટલા વેદ-પુરાણો અને ગ્રંથો હોવા છતાં આપણે વિદેશી દંતકથાઓ અને લોકવાયકાઓ પર શા માટે નભી રહ્યા છીએ? બૉલિવૂડ પતનના રસ્તે શા માટે છે, એ સમજવા માટે આ ઉદાહરણ પૂરતું છે. ટૂથપરી એક ડ્રેક્યુલાની સ્ટોરી છે. માત્ર બે કલાકની ફિલ્મ જેટલાં કૉન્ટેન્ટને આઠ એપિસોડ લાંબી વેબસીરિઝમાં ખેંચી કાઢવામાં આવી છે. કોઈ નક્કર પ્લૉટ અને રસપ્રદ વળાંક વગરની લસ્ત વાર્તા છે.

કલકત્તાની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ વાર્તાની શરૂઆત થાય છે, અડધી રાતે શિકાર કરવા નીકળેલી રૂમી (તાન્યા માનિકતલા) સાથે! લોકોના ગળાના ભાગેથી લોહી ચૂસીને જીવિત રહી શકતાં ડ્રેક્યુલાની કહાણી. શિકાર વેળા દાંત તૂટી જવાને કારણે રૂમી ડોક્ટર રોય (શાંતનુ મહેશ્વરી)ના ક્લિનિક પર પહોંચે છે. બીજી બાજુ, ડ્રેક્યુલાના કહેર સામે મનુષ્યોને બચાવવાનો દાવો કરતા એક જૂના કલ્ટની ટીમ ફરી એક છત નીચે ભેગી થાય છે. અધૂરામાં પૂરું, માણસમાંથી ડ્રેક્યુલામાં પરિવર્તન પામી રહેલાં એક જુવાનિયાનો કેસ હેન્ડલ કરી રહેલાં સબ-ઈન્સ્પેક્ટર કાર્તિક પાલ (સિકંદર પાલ) પણ આમાં સંડોવાય છે, જેના પિતા વર્ષો પહેલાં ડ્રેક્યુલા સામે લડત આપી ચૂક્યા હોય છે. આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે ડોક્ટર રોય અને રૂમી વચ્ચે પ્રેમ પાંગરવાની શરૂઆત થાય છે, પરંતુ ત્યારે શું થશે જ્યારે ડોક્ટર રોયની સામે રૂમીનો વાસ્તવિક ચહેરો ઉજાગર થશે?

સીરિઝના પહેલા એપિસોડથી જ સ્પષ્ટ દેખાઈ આવે છે કે મેકર્સ પાસે બે કલાકથી વધારે લાંબુ કૉન્ટેન્ટ નહોતું. આમ છતાં, આખા કૉન્સેપ્ટને આઠ એપિસોડની વેબસીરિઝમાં ફેરવી નાંખવાનું પાપ કરવામાં આવ્યું છે! બિનજરૂરી સંવાદો, નકામા દ્રશ્યો, અર્થહીન કોમેડી અને ઢીલોઢબ્બ સ્ક્રીનપ્લે આ સીરિઝને બિન્ચવૉચ શૉ બનાવતાં રોકે છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં કામ કર્યા બાદ અભિનેતા શાંતનુ મહેશ્વરીની તકદીર જોર કરે છે. નેટફ્લિક્સ જેવું માતબર પ્લેટફૉર્મ અને આઠ એપિસોડની લાંબીલચક વેબસીરિઝમાં લીડ રૉલ મળવો એ નાનીસૂની બાબત નથી, પરંતુ સ્ક્રિપ્ટ પસંદગી બાબતે શાંતનુ થાપ ખાઈ ગયો છે. તિલોત્તમા શોમે, આદિલ હુસૈન, ઝરિના વહાબ જેવા ધુરંધર કલાકારો અહીં વેડફાયા હોય એવું લાગ્યા રાખે છે. ઘણા ખરા સંવાદો બંગાળી ભાષામાં હોવાને કારણે હિન્દી-બેલ્ટમાં આ સીરિઝ પોતાની પકડ ગુમાવી બેસે એવી પૂરી શક્યતા છે.પ્રતિમ ડી. ગુપ્તાનું દિગ્દર્શન જોઈએ એવી અસર ઉપજાવી શક્યું નથી.

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ: વિદેશોમાં ‘એલાઈટ’ જેવી વેબસીરિઝ ધૂમ મચાવી રહી હોવાને કારણે નેટફ્લિક્સ હવે ટીન-એજ રોમાંસ ડ્રામાના રવાડે ચડ્યું છે. પરિણામસ્વરૂપ, ભારતના પ્રેક્ષકો માટે એમણે ‘એલાઈટ’નું દેશી વર્ઝન ગણાતી ‘ક્લાસ’ વેબસીરિઝ લૉન્ચ કરી. ભારતમાં પગપેસારો કરવા માટે રીતસરના વલખાં મારી રહ્યા હોવા છતાં આજની તારીખે એમની પાસે સારા કૉન્ટેન્ટની કમી વર્તાઈ રહી છે.

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *