- ચીનના હેનાન પ્રાંતના લુઓયાંગ (Luoyang)નો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો.
- સદનસીબે સર્કલવાળાઓએ 15 મીનીટમાં સિંહને પકડી લેતાં દુર્ઘટના ટળી.
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વાઈરલ વિડીયો । ભારત સહિત અનેક દેશોમાં સર્કસમાં હિંસક પ્રાણીઓના શૉ બતાવવા પર પ્રતિબંધ છે. જેને પગલે જૂની પેઢીના ઘણાં લોકોને લાગે છે કે હવે સર્કસ જોવાની કોઈ મઝા જ નથી રહી. પહેલાં તો વાઘ – સિંહની ત્રાડ સાંભળવાની અને એમને આગમાં ઠેકડા મારતાં જોવાની બહુ મઝા આવતી હતી. જોકે, વાઘ – સિંહ જેવા હિંસક પ્રાણીઓને સર્કસમાં દેખાડવા પર પ્રતિબંધ કેટલો યોગ્ય છે એ ચીનમાં બનેલી આ ઘટના પરથી જાણી શકાય છે.
ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે ચીનના હેનાન પ્રાંતના લુઓયાંગ શહેરમાં ગ્લોબલ પીક ઇન્ટરનેશનલ સર્કસના ચાલુ શૉ દરમિયાન એક સિંહ જાળી તોડીને બહાર નિકળી જતાં ઓડિયન્સના જીવ તાળવે ચોંટી ગયા હતાં. મહત્વની વાત તો એ છે કે, બે સિંહો સાથે ખેલ બતાવી રહેલાં રિંગ માસ્ટર અણઘડ હોય અથવા તો સિંહોને બરાબર ટ્રેઈન કર્યા વગર જ આ શૉ બતાવી રહ્યા હોય એવું વાઈરલ વિડીયો પરથી જણાય છે.
શૉ દરમિયાન બંને સિંહ રિંગ માસ્ટરના કોઈ જ આદેશનું પાલન કરતાં હોય એવું જણાતું નથી. રીંગમાંથી કુદવા જતાં સિંહ આખી રીંગ લઈને જ જમીન પર ફસડાય છે. અને ગમે ત્યાં દોડાદોડ કરતાં સિંહોને રિંગ માસ્ટર કાબૂમાં કરવામાં નિષ્ફળ જાય છે. અને આ દોડધામમાં જ એક જાળીનો નકુચો તૂટી જવાથી કે ખુલી જવાથી એક સિંહ બહાર નિકળી જાય છે. અને ઓડિયન્સમાં દોડધામ મચી જાય છે.
લુઓયાંગ પ્રચાર વિભાગે પ્રસિદ્ધ કરેલી અખબારી યાદી અનુસાર, ભૂલથી સિંહ બહાર નિકળી ગયો હતો. સદનસીબે સર્કસવાળાઓએ 15 મીનીટમાં જ એ સિંહને પકડી લીધો હતો. અને સિંહે કોઈને ઇજા પહોંચાડી નહોતી.
સોશિયલ મિડીયામાં આ ઘટનાનો વિડીયો વાઈરલ થયો છે. જેના પર લોકોએ સર્કસમાં થતી પશુ ક્રૂરતા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. વાઘ – સિંહ જેવા પશુઓ પાસે સર્કસમાં ક્રૂરતા પૂર્વક ખેલ કરાવવા કેટલાં વ્યાજબી છે? એ અંગે આપના શું વિચાર છે એ આપ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવશો.
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.