કેમ જોવી?: અંતરિયાળ ગામડામાં જીવાઈ રહેલી જિંદગીનો ચિતાર મેળવવો હોય તો!
કેમ ન જોવી?: અધધ કહી શકાય તેવી અદ્ભુત વાર્તા પીરસવામાં મેકર્સ નિષ્ફળ નીવડ્યા છે, માટે!
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફનરંગ । સોનાક્ષી સિંહા ખાસ્સા સમયથી મોટે પડદા પરથી ગાયબ છે, જે ખરેખર તો એની કારકિર્દી માટે હકારાત્મક બાબત છે. આંગળીને વેઢે ગણાય એટલી ફિલ્મોને બાદ કરતાં તેની મોટાભાગની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ઊંધા માથે પછડાઈ છે. અલબત્ત, વર્તમાન યુગનું એક સત્ય એ છે કે મોટા પડદે નિષ્ફળ જનારા ઘણા બધા સ્ટાર્સ આજકાલ ઑટીટી પ્લેટફૉર્મ પર પોતાની જાદુગરી દેખાડી રહ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થયેલી વેબસીરિઝ ‘દહાડ’ ન થકી સોનાક્ષી સિંહાને પોતાના અભિનયનું કૌશલ્ય દર્શાવવાનો એક ઉત્તમ અવસર મળ્યો છે, એમ કહી શકાય. અધૂરામાં પૂરું, રીમા કાગતી – ઝોયા અખ્તર જેવા ધુરંધર મેકર્સનું સર્જન હોય પછી એમાં કંઈ ઘટે?
રાજસ્થાનના નાનકડા ગામની વાર્તા. છૂત-અછૂતનો ભેદ આજે પણ જ્યાં બરકરાર છે, એવી પછાત માનસિકતા ધરાવતાં લોકોની વસ્તી! આપબળે આગળ આવેલી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ – અંજલિ ભાટી (સોનાક્ષી સિંહા)ના ધ્યાનમાં એક એવો કેસ આવે છે, જેમાં પુખ્ત વયની યુવતીઓ એક પછી એક મૃત્યુ પામી રહી છે. પહેલી નજરે સામાન્ય મૃત્યુ જણાતાં આ કિસ્સાઓ પાછળ ઊંડુ રહસ્ય છુપાયેલું છે. ખૂની સુધી પહોંચવા માટે અંજલિ ભાટી, દેવી લાલ સિંહ (ગુલશન દેવૈયા) અને કૈલાશ પર્ઘી (સોહમ શાહ) રાત-દિવસ જોયા વિના પુરાવા એકઠા કરવા માટે મચી પડે છે. એમની સામે ધીરે ધીરે એવા રહસ્યો ખૂલતાં જાય છે, જે હાડકા ધ્રુજાવી નાંખે!
બોલિવૂડના જાણીતા પ્રૉડક્શન હાઉસ – એક્સેલ એન્ટરટેઇનમેન્ટ – અને જાણીતા નિર્માતાઓ – રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, રીમા કાગ્તી, ઝોયા અખ્તર – ની સીરિઝ હોવાને કારણે સ્વાભાવિક છે કે ‘ટિપિકલ બૉલિવૂડ’ સ્ટાઈલ મસાલા તો ભભરાવવામાં આવ્યો જ હોય! રાબેતા મુજબ, આ સીરિઝ પણ ‘ઈસ્લામોફોબિયા’ સાથે શરૂ થાય છે, જેમાં મુસલમાનને બાપડો બિચારો દર્શાવવામાં આવ્યો છે અને હિંદુઓને અત્યાચારી! જે એજન્ડા અત્યાર સુધી ફિલ્મોમાં પૂરો થતો હતો, એ એજન્ડા હવે મેકર્સ વેબસીરિઝ થકી પણ આગળ વધારી રહ્યા છે. બેકવર્ડ સોસાયટીની વાત થાય, ઊંચનીચના ભેદભાવની વાત થાય ત્યાં સુધી બધું બરાબર છે. કારણ કે, એ અત્યંત જરૂરી વિષયો છે. ખાસ કરીને રાજસ્થાનમાં આજે જ્યારે આ પ્રકારના કિસ્સા વધુ જોવા મળી રહ્યા છે, ત્યારે છૂત-અછૂતના વિષયને સ્પર્શવો અત્યંત જરૂરી છે. પરંતુ સાથોસાથ, લટકામાં હિંદુ-મુસ્લિમ એંગલ ઉમેરીને મેકર્સ દ્વારા વર્ષોથી બૉલિવૂડમાં ચાલી આવતાં એજન્ડાને પૂરો કરવાની કોશિશ કરવામાં આવી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ એક મુદ્દાને અવગણીએ તો, આઠ એપિસોડની આ સીરિઝ બિન્જ-વૉચ કરવાલાયક છે. બેકગ્રાઉન્ડ સ્કૉર થ્રીલ પેદા કરે એવો છે. સોનાક્ષી સિંહા, ગુલશન દેવૈયા, સોહમ શાહ, વિજય વર્મા, ઝોયા મોરાની, જયતિ ભાટિયા વગેરે કલાકારોએ બેસ્ટ પર્ફોમન્સ આપવામાં કોઈ કસર નથી છોડી.
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: નેટફ્લિક્સ પર રાની મુખર્જી અભિનીત ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નૉર્વે’ પણ આ અઠવાડિયે રીલિઝ થઈ છે. વિષય હટકે છે અને વાર્તા સત્ય ઘટના પર આધારિત છે.
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.