- પ્રો. સુધીરકુમાર સક્સેના જન્મશતાબ્દી મહોત્સવના ભાગરૂપે છેલ્લો કાર્યક્રમ યોજાયો – ડીન ગૌરાંગ ભાવસાર
- જુલાઈ 2022થી શરૂ થયેલા આ મહાયજ્ઞના કુલ 12 કાર્યક્રમો યોજવામાં આવ્યા.
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફનરંગ । તબલા વિભાગ, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા એક વર્ષ સુધી ચાલનારા પ્રો. સુધીરકુમાર સક્સેના જન્મશતાબ્દી મહોત્સવ ના ભાગરૂપે છેલ્લા મંથલી મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન ગૌરાંગ ભાવસારના જણાવ્યા પ્રમાણે, જુલાઈ 2022 થી શરૂ થયેલા આ મહાયજ્ઞ ના કુલ 12 પૈકી છેલ્લો મંથલી મ્યુઝિક કોન્સર્ટ આજે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ના કોન્સર્ટ હૉલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ ના પ્રારંભ દીપ પ્રજ્વલન સાથે પ્રો. ગૌરાંગ ભાવસાર દ્વારા સ્વાગત પ્રવચન થયું અને ત્યારબાદ આ જન્મશતાબ્દી મહોત્સવ માં આર્થિક રીતે સહાય કરેલા દાતાઓ નું પણ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે અનુપમ મિશન, આણંદ ના સદગુરુ સંત ડૉ. રતિલાલ પટેલ રહ્યા હતા જેઓએ અધ્યાત્મ અને ભક્તિ સંગીત નું મહત્વ જણાવ્યું હતું.
આ કાર્યક્રમના બીજા ભાગમાં સંગીત ની પ્રસ્તુતિઓ થઈ હતી જેમાં સૌપ્રથમ પંડિત અનિશ પ્રધાનજી ના શિષ્ય અને તબલા વિભાગના પીએચ.ડી. સ્કોલર એવા ધૈવત મહેતાનું તબલા સોલો પ્રસ્તુત થયું હતું જેમાં તેઓએ તીનતાલમાં પારંપારિક પેશકાર, કાયદા, રેલા અને મધ્ય લય ની બંદિશો વગાડીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેઓની સાથે સારંગી પર લહેરા સંગત શ્રી અર્પિત માંડવીયા એ આપી હતી.
ત્યારબાદ વારાણસીના શ્રી પ્રતીક નરસિંહા દ્વારા શાસ્ત્રીય ગાયન ની પ્રસ્તુતિ થઈ હતી. જેમાં તેઓએ રાગ બિહાગ, છાયા નટ અને અંતમાં ટપ્પા અને દાદરા ગાઇને પોતાની પ્રસ્તુતિ સમાપ્ત કરી હતી. તેઓની સાથે તબલા પર સંગત દુષ્યંત રુપોલિયા, હાર્મોનિયમ પર સંગત શ્રી નિલય સાલ્વી અને તાનપુરા પર સંગત શ્રી આયુષ સોનીએ આપી હતી.
આ મહાયજ્ઞના છેલ્લા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના બધા જ વિભાગના વિભાગાધ્યક્ષ, ફેકલ્ટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક સમાપ્ત થયો.
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.