- સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ પર કરાઈ સત્તાવાર જાહેરાત.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે કેવડીયા પ્રવાસીઓ માટે બંધ.
FunRang. તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજનાર રાષ્ટ્રીય કક્ષાના આ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉત્સવને પગલે તા. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડીયા પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હોવાની જાહેરાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ પર કરવામાં આવી છે.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
દર વર્ષની માફક આ વર્ષે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે. તા. 30 ઓક્ટોબરે કેવડીયા પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે નર્મદા આરતી કરશે તેમજ ઘાટનું લોકાર્પણ કરશે. કેવડીયા ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ વડાપ્રધાન 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપશે.
વડાપ્રધાનની ઉપસ્થિતિને પગલે પ્રોટોકોલ મુજબ ઓનલાઈન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે. તેમજ પાંચ દિવસ માટે કેવડીયા પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે.
#Funrangnews