કેમ જોવી?: આસારામના સંપૂર્ણ કેસથી વાકેફ થવું હોય તો!
કેમ ન જોવી?: કૉર્ટરૂમ ડ્રામા પસંદ ન હોય તો!
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફનરંગ । એક સમયે તિહાર જેલમાં આંટો મારી આવવાની ફાંકા ફોજદારી કરતા આસારામ બાપુ ઉપર વર્ષ 2013માં જે પનૌતી બેઠી, એ પછી ક્યારેય ઉતરી જ નહીં! આમ છતાં, આજની તારીખે પણ એમના કેટલાક મૂર્ખ ભક્તો એવા છે, જે દ્રઢપણે એવું માને છે કે આસારામ દોષી હતો જ નહીં, પરંતુ તેને ષડ્યંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો છે. 14મી ફેબ્રુઆરીથી શરૂ કરીને વર્ષના અલગ અલગ દિવસોમાં હજુ પણ તેના આશ્રમ દ્વારા જાહેરમાં કાર્યક્રમો યોજવામાં આવે છે અને કેટલાક ઘેટાંઓનું ટોળું ત્યાં ઉમટે પણ છે. એ કેસ જ્યારે જ્યારે કૉર્ટમાં ચાલતો હતો, ત્યારે કંઈ કેટલાય આસારામને નિર્દોષ સાબિત કરવા માટે તેના ગુંડાઓએ ઘણો ખૂન-ખરાબો કર્યો હતો, મોટા મોટા વકીલોને રોક્યા હતા. દિલ્હીના પોલીસ-સ્ટેશનમાં આસારામ વિરૂદ્ધ ઝીરો એફ.આઈ.આર. નોંધાવવાની ઘટનાથી શરૂ કરીને તેને આજીવન કારાવાસની સજા અપાવવા સુધીની ઘટના ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
પીડિતા બાળકીનો કેસ સંભાળી રહેલા સરકારી વકીલની સાંઠગાંઠ બાબાજી (સૂર્ય મોહન કુલશ્રેષ્ઠ) સાથે હોવાનું ધ્યાનમાં આપતાં પીડિતાના માતા-પિતા જોધપુરના વકીલ પી.સી.સોલંકી (મનોજ બાજપેઈ)ને પોતાનો કેસ હાથમાં લેવાની વિનંતી કરે છે. પાંચ વર્ષોના લાંબા ઈંતેઝાર, અસંખ્ય વખત ખાવા પડેલા કૉર્ટના ધક્કા, વકીલ અને કેસના સાક્ષીઓએ ભોગવવી પડેલી યાતનાઓ, સેશન્સ કૉર્ટથી શરૂ કરીને હાઈકોર્ટ અને સુપ્રિમકૉર્ટ સુધી આસારામે દાખલ કરેલી જમાનતની યાચિકાને નિષ્ફળ બનાવ્યા બાદ આખરે બાબાને સજા અપાવવામાં આવે છે.
‘ઝી ફાઈવ’ પર રજૂ થયેલી આ ફિલ્મ અત્યારે દેશભરમાં ટ્રેન્ડ થઈ રહી છે. એમાં પણ ખાસ તો ક્લાયમેક્સમાં પોતાની છેલ્લી દલીલ સંભળાવી રહેલા મનોજ બાજપેઈનો મૉનોલોગ તો ભયંકર વાયરલ થઈ રહ્યો છે. દીપક કિંગરાની લિખિત, અપૂર્વસિંઘ કર્કી દિગ્દર્શિત અને વિનોદ ભાનુશાલી નિર્મિત ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં હાર્ડકોર મસાલાની અપેક્ષા રાખવા જેવી નથી, પરંતુ બરડે પસીનો વળી જાય એવા દ્રશ્યો અને કૉર્ટરૂમ ડ્રામાના ચાહકો માટે આ ફિલ્મ અચૂકપણે જોવા જેવી છે.
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: ઘણા સમય પછી હંસલ મહેતાની એક નવી વેબસીરિઝ ‘સ્કૂપ’ નેટફ્લિક્સ પર આ અઠવાડિયે રીલિઝ થઈ છે.
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.