(1)   સ્કૂપ:

કેમ જોવી? : અન્ડરવર્લ્ડ સંબંધિત એન્ટરટેઈનમેન્ટ શૉમાં રસ હોય તો!

કેમ ન જોવી? : રાજકારણ અને અખબારજગતની કક્કો-બારાખડીથી સાવ અજાણ હો તો!

(2)   સ્કૂલ ઑફ લાઈઝ:

કેમ જોવી?: ઘણી વખત મોટી મોટી શાળામાં ચાલતાં છુપા કૌભાંડોનો અંદાજ મેળવવો હોય તો!

કેમ ન જોવી?: વધારે પડતાં ડાર્ક-થીમ ધરાવતાં શૉ તમને તાણ અપાવતાં હોય તો!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ફનરંગ ‘જિયો સિનેમા’ના માર્કેટમાં આવ્યા પછી હવે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને હૉટસ્ટાર થથરી ગયા છે. એચ.બી.ઓ.ના જોરદાર અંગ્રેજી શૉ, મફત આઈ.પી.એલ., વૉંર્નર બ્રધર્સ શૉ અને ‘મેડ ઈન ઈન્ડિયા’ કહી શકાય એવી વેબસીરિઝ, ફિલ્મો અને ટીવી શૉ તો ખરા જ! જિયો સિનેમા એકસાથે એટલું બધું કૉન્ટેન્ટ પીરસવા માંડ્યું છે કે દર્શકોએ હવે અલગ અલગ પ્લેટફૉર્મ પર જવાની જરૂરિયાત નથી. અધૂરામાં પૂરું, શાહિદ કપૂરથી માંડીને સલમાન ખાન સુધીના અભિનેતાઓ હવે જિયો સિનેમા પર આવી રહ્યા છે. આથી, સ્વાભાવિક રીતે સ્પર્ધા તો વધવાની જ છે. વેબવર્લ્ડની આ ગળાકાપ સ્પર્ધા વચ્ચે નેટફ્લિક્સ પર ‘સ્કૂપ’ અને ડિઝની પ્લસ હૉટસ્ટાર ‘સ્કૂલ ઑફ લાઈઝ’ વેબ-શૉ રીલિઝ થયા છે.

‘સ્કેમ 1992’ પછી હંસલ મહેતા ફરી એક વખત એક ધારદાર વેબસીરિઝ સાથે પરત ફર્યા છે, જેનું નામ છે: સ્કૂપ! જિજ્ઞા વોરા નામની ગુજરાતી જર્નલિસ્ટની જેલયાત્રા વર્ણવતી બૂક ‘બિહાઈન્ડ બાર્સ ઈન ભાયખલ્લા: માય ડેય્ઝ ઈન પ્રિઝન’ પરથી છ એપિસોડની આ સીરિઝ બની છે. મીડિયા જગતમાં ‘સ્કૂપ’ અત્યંત જાણીતો શબ્દ છે. કોઈ ચટપટા સમાચાર અથવા ખબરને ‘સ્કૂપ’ કહે છે. જિજ્ઞા વોરા ઉપર મિડ-ડેના રિપૉર્ટર જ્યોતિર્મય દેની હત્યાનો આરોપ લાગ્યો હતો, જે ઘટનાના તાણાવાણા છેક છોટા રાજન સાથે સંકળાયેલાં હતાં.

ગુજ્જુ ગર્લ અને સફળ અભિનેત્રી કરિશ્મા તન્નાએ ‘સ્કૂપ’માં પ્રાણ રોપી દીધા છે. જાગૃતિ પાઠકના કિરદારને તેણે પૂરતો ન્યાય આપ્યો છે. સાથોસાથ, મોરલી પટેલ, મોહમ્મદ ઝીશાન આયુબ, પ્રોસેનજિત ચેટર્જી, દેવેન ભોજાણી, સનત વ્યાસ, અમર ઉપાધ્યાય વગેરે કલાકારોએ પણ પોતાનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપ્યું છે. અચિંતનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મગજમાં ઘર કરી જાય એવું છે. સૌથી ચોંકાવનારું ટ્રાન્સફૉર્મેશન છે, હરમન બાવેજાનું! ‘લવસ્ટોરી 2050’માં એક ચોકલેટી બૉયનું પાત્ર ભજવનાર હરમન બાવેજા અહીં જે.સી.પી. હર્ષવર્ધન શ્રોફના પાત્રમાં તદ્દન અલગ લાગે છે. હંસલ જેવા દિગ્દર્શક હોય ત્યારે તેઓ ભલભલા માણસનું ટ્રાન્સફૉર્મેશન કરાવી શકે એ વાત અહીં પુરવાર થઈ ગઈ.

આજની બીજી વેબસીરિઝ છે, ‘સ્કૂલ ઑફ લાઈઝ’. ડિઝની પ્લસ હૉટસ્ટાર ઉપર રીલિઝ થઈ ચૂકેલી આ વેબસીરિઝ 12 વર્ષના વિદ્યાર્થી શક્તિ સલગાંવકરની વાર્તા છે, જે અચાનક એક દિવસ સ્કૂલની હૉસ્ટેલમાંથી ગાયબ થઈ જાય છે. જેમ જેમ પોલીસ-તપાસ આગળ વધતી જાય છે, એમ એમ ખ્યાલ આવતો જાય છે કે બહારથી એકદમ શિસ્તબદ્ધ અને અનુશાસનપ્રિય દેખાતી આ શાળા વાસ્તવમાં અસંખ્ય કુકર્મોનું ઘર છે. નિમ્રત કૌર, આમિર બશિર, શક્તિ આનંદ, સોનાલી કુલકર્ણી જેવા જાણીતાં ચહેરાઓ આ સીરિઝમાં હોવા છતાં તેનું કેન્દ્ર તો વાર્તા તો જ છે.

વ્યક્તિની માનસિકતા અને તેની વિચારધારા કઈ રીતે કામ કરતી હોય છે, એ થીમ ઉપર ‘સ્કૂલ ઑફ લાઈઝ’ બનાવવામાં આવી છે, જેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે અવિનાશ અરુણ દ્વારા! બીબીસી પ્રૉડક્શન તેના નિર્માતા છે. નબળું પાસું એ છે કે સીરિઝ એકદમ ધીમી ગતિએ ચાલે છે. મોટાભાગે ડાર્ક થીમ ધરાવે છે, જેના કારણે ઘણી વખત ડિપ્રેશન પણ અનુભવી શકાય. એક બેઠકે બેસીને જોઈ શકાય એવી સીરિઝ નથી આ!

bhattparakh@yahoo.com

Next Week on OTT

(1)   નેટફ્લિક્સ: સોશિયલ કરન્સી, સ્કલ આઈલેન્ડ, ત્રિશંકુ

(2)   એમેઝોન પ્રાઈમ: ટિકુ વેડ્સ શેરુ

(3)   ડિઝની પ્લસ હૉટસ્ટાર: કેરાલા ક્રાઈમ ફાઈલ્સ

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *