funrang. ગુગલ મેપ્સ પર જોવા મળતી એક રહસ્યમય ટાપુની આ તસવીર લોકોમાં ઘણી ઉત્તેજના ફેલાવી રહી છે. આ તસવીરને લઈને લોકોમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. જોકે, કોઈને ખબર નથી કે આ તસવીર પાછળનું રહસ્ય શું છે. રેડ્ડીટ પર શેર કરવામાં આવેલી આ તસવીર પર લોકો ભાત ભાતના તર્ક વિતર્ક કરી રહ્યાં છે. તમને આ તસવીર જોઈને શું લાગે છે? એ અંગે નિર્ણય આપે જાતે કરવાનો છે. અથવા તો ગુગલમાં ખાંખાખોળા કરવાના છે. પરંતુ એક વાત તો નિશ્ચત છે કે ગુગલ મેપ્સ પર આવી વિવિધ તસવીરો જોવા મળે છે. જેનો તાળો મળતો નથી.

ગુગલ મેપ્સ પર સારો એવો સમય વિતાવનાર વ્યક્તિ માટે ધરતીના કેટલાંક ખૂણા અજાણ્યા રહી જાય છે. કદાચ તેના કારણે જ લોકો માને છે કે, આ ટાપુ અથવા એટોલને સેન્સર કરી દેવામાં આવ્યું છે. જોકે, કેટલાંક લોકો આ ટાપુને કલર કરવામાં આવ્યો હોવાની બાબતમાં માથાપચ્ચી કરી રહ્યા છે. રેડ્ડિટ દ્વારા પોસ્ટ કરાયેલી તસવીર પર એક ઉપયોગકર્તાએ લખ્યું છે કે, ઇશ્વરે તેની ગિટાર પસંદ કરી, જ્યાં તસવીર મૂળસ્વરૂપે પોસ્ટ કરવામાં આવી હતી. તો કોઈકે લખ્યું કે, કોઈક કારણોસર આ સેન્સર્ડ કરવા જેવી લાગે છે.

(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)

જોકે, એક વ્યક્તિ goldenstar365 આ તસવીરને યોગ્ય રીતે સમજાવતાં લખે છે કે, ઓકે, તો સાચો જવાબ એ છે કે, ટાપુની આસપાસનો વાદળી રંગ પેઇન્ટ કલર છે. જેથી નકશામાં મહાસાગરો એક સમાન દેખાય. સેટેલાઈટ ઇમેજને બતાવવા માટે તેમાંથી કેટલાક વાદળી ભૂંસીને ટાપુઓ ઉમેરવામાં આવે છે.

જોકે, સૌથી ફન્ની રિસ્પોન્સ એવો હતો કે, આ પૃથ્વીના પેટાળ (હોલો અર્થ)માં પ્રવેશવાનું દ્વાર ગણાવ્યું હતું.

#Funrangnews #Information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *