(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે શરીરના કોઈ અંગમાં દુઃખાવો રહે તેવી શક્યતા છે. શારીરિક મહેનતવાળા કાર્યો કરવામાંથી બચવું. અચાનક લાભ પ્રાપ્ત થવાથી આર્થિક સ્થિતિ સુધરે. જીવનસાથીને પુછ્યા વગર યોજના બનાવવી નહીં.

? વૃષભ (બ,,ઉ) ?

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ખાન – પાનમાં વિશેષ ધ્યાન રાખશો. આજે વિચાર્યા વિના કોઈને પણ નાણાં આપવા નહીં. સ્વજનો અને પરિવારજનો સાથે સારો એવો સમય વ્યતિત કરી શકશો. પ્રેમભર્યો દિવસ વિતે.

? મિથુન (ક,,ધ) ?

આજે આપ કોઈ રચનાત્મક કાર્ય કરી શકશો. આજે મિત્રો સાથે હરવા ફરવાના યોગ સર્જાય. આજે આપના જ્ઞાનથી લોકોને પ્રભાવિત કરી શકશો. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે.

? કર્ક (ડ,હ) ?

આજના દિવસે લોન પ્રાપ્ત કરી શકશો. બાળકો માટે કોઈ વિશેષ યોજના બનાવી શકશો. આજે સંધ્યાકાળ બાદ પરિવારજનોથી દૂર જવું પડી શકે. જીવનસાથી સાથે આજનો દિવસ તણાવપૂર્ણ રહી શકે છે.

? સિંહ (મ,ટ) ?

આજે આપના ચહેરા પર સ્મિત ફરકતું રહેશે. અજાણ્યા પણ જાણીતા લાગશે. વેપાર ધંધામાં કોઈ મહત્વનું ડગલું ભરી શકો છો. બાળકો સાથે બાળકની જેવો વ્યવહાર કરશો. જીવનસાથી આનંદમય વાતો કરશે.

? કન્યા (પ,,ણ) ?

આજે ભોજન પર નિયંત્રણ કરવું જરૂરી. કોઈ અંગત મિત્ર ઉધાર માંગી શકે છે. વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચા કરવી નહીં. જીવનસાથી સાથે સારો એવો સમય વ્યતિત કરી શકશો. પૂર્વનું રોકાણ લાભ પ્રાપ્ત કરાવે.

? તુલા (ર,ત) ?

આજે આપે પોતાના ગુસ્સા પર વિશેષ નિયંત્રણ રાખવું જરૂરી. પરિવારજનોને દુઃખી કરી શકે એવું આપનું વર્તન રહી શકે છે. સકારાત્મક વિચારોથી આપ જીવનનો અનોખો આનંદ પ્રાપ્ત કરી શકો છો.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે ભાઈ – બહેન આપની પાસે આર્થિક સહાય માંગી શકે છે. વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી ભેટ પ્રાપ્ત થાય. કોઈ રોમાંચક વ્યક્તિની મુલાકાત થવાની શક્યતા. જીવનસાથી સાચા પ્રેમની અનુભૂતિ કરાવશે.

? ધન (ભ,,,ધ) ?

આજે આપનો સ્વભાવ ઉદાર રહેશે. નવા કરાર ફાયદાકારક નિવડશે. દરેક નિર્ણય શાંતિથી લેવા, ઉતાવળને કારણે કામ બગડી શકે છે. આજે કોઈની સાથે ઝગડો થઈ શકે. જૂના મિત્રોને કારણે યોજના બદલવી પડે.

? મકર (ખ,જ) ?

આજે માનસિક તણાવથી બચવું જરૂરી. માનસિક શાંતિ માટે ઈશ્વર સ્મરણ લાભદાયક રહેશે. આજે મોબાઈલમાં અધિક સમય બગાડશો. માતા – પિતાના આર્શિવાદથી આજે આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

? કુંભ (ગ,,,સ) ?

આજે મહત્વના લોકોની પગચંપી કરીને નાણાં કમાશો. કામકાજમાં સહકાર ઓછો પ્રાપ્ત થાય. ખોટું બોલવાની પ્રવૃત્તિને કારણે હેરાન થવું પડી શકે છે. જીવનસાથીના અહંકારને આપ આજે ઠેસ પહોંચાડશો.

? મીન (દ,,,થ) ?

આજે પહેલાં કરેલી ભૂલોનું પરિણામ ભોગવવું પડી શકે છે. આજે ભરોસાપાત્ર વ્યક્તિ પીઠમાં ખંજર ભોંકશે. આજે કામ પ્રત્યેનું ધ્યાન ખોવાયેલું રહેશે. જીવનસાથીને છેતરવાનો પ્રયાસ આજે પકડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *