કેમ જોવી?: સીરિયલ કિડનેપિંગનો એક ખૂંખાર કેસ જોવાની ઈચ્છા હોય તો!

કેમ ન જોવી?: સોનમ કપૂરના અભિનયથી ચીડ ચડતી હોય તો!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ફનરંગ વર્ષ 2011ની કોરિયન ફિલ્મ ‘બ્લાઈન્ડ’ની સત્તાવાર રીમેક એટલે તાજેતરમાં ‘જિયો સિનેમા’ પર રીલિઝ થયેલી સોનમ કપૂર આહુજા અભિનીત ફિલ્મ ‘બ્લાઈન્ડ’. વીરે દિ વેડિંગ, એક લડકી કો દેખા તો ઐસા લગા, ધ ઝોયા ફેક્ટર અને એકે વર્સિસ એકે જેવી ફ્લૉપ ફિલ્મો આપ્યા બાદ સોનમ કપૂરનો બૉલિવૂડમાં હવે કોઈ ભાવ પણ નથી પૂછતું. પોતાની કૉન્ટ્રોવર્સી અને ફેશન-સેન્સને કારણે તે ધરાર લાઈમલાઈટમાં રહેવાનો પ્રયત્ન કરતી રહે છે, પરંતુ ઑટીટી યુગમાં હવે એ પણ કંઈ વધારે કામ નથી આવતું. કૉન્ટેન્ટના યુગમાં હવે કોઈને કૉન્ટ્રોવર્સી કે ફેશનમાં રસ નથી રહ્યો. એવામાં ‘જિયો સિનેમા’એ ચૂપકેથી ‘બ્લાઈન્ડ’ રીલિઝ કરી દીધી. ઝાઝા પ્રમોશન કે માર્કેટિંગ વગર રીલિઝ થયેલી આ ફિલ્મ કેવી છે, આવો જાણીએ.

સ્કૉટલેન્ડના ગ્લાસગૉ નામના શહેરમાં આખી ફિલ્મ શૂટ કરવામાં આવી છે. ક્લબમાં પાર્ટી કરવા ગયેલાં પોતાના ભાઈને ઘર લઈ જતી વખતે જિયા સિંઘ (સોનમ કપૂર)ની કારને રસ્તામાં અકસ્માત નડે છે, જેમાં તેની બંને આંખો ખરાબ થઈ જાય છે અને તેનો ભાઈ મૃત્યુ પામે છે. અંધાપાનો શિકાર બનેલી જિયા તેના ભાઈના મૃત્યુ માટે વર્ષો સુધી પોતાને દોષી માનતી રહે છે. ઘણાં લાંબા સમય પછી તે એક વખત પોતે જ્યાં ઉછરીને મોટી થઈ હતી, એ અનાથાશ્રમની મુલાકાત લે છે અને રાતે પરત ફરતી વખતે તેને મોડું થઈ જાય છે. ટેક્સી-સ્ટેન્ડ પાસે તેને એક અજાણ્યો માણસ (પુરબ કોહલી) લિફ્ટ આપે છે અને ત્યારથી જ શરૂ થાય છે, ભયાનક ઘટનાઓનો સિલસિલો! જિયાને જાણ થાય છે કે તેણે જે કારમાં લિફ્ટ લીધી છે, એનો ડ્રાઈવર વાસ્તવમાં એક સીરિયલ કિડનેપર છે જે યુવાન છોકરીઓનું અપહરણ કરતો હોય છે.

સ્ટૉરીલાઈન ખરેખર સારી છે. એક અંધ છોકરી ખૂંખાર કિડનેપર સામે કઈ રીતે બાથ ભીડે છે, એ જોવું રસપ્રદ લાગી શકે. પરંતુ સમસ્યા છે: સોનમ કપૂર! આ છોકરીને અભિનય ન આવડતો હોવા છતાં તે જે રીતે વલખા મારે છે, એ હવે ત્રાસદાયક લાગે છે. સામે પક્ષે, પુરબ કોહલી અને વિનય પાઠક જેવા સારા કલાકારોની મહેનત પર પણ સોનમને લીધે પાણી ફરી જાય છે. ક્લાયમેક્સને બાદ કરતા આખી ફિલ્મ ધીમા પ્રવાહે વહ્યા રાખે છે. કોઈક અંશે પ્રિડિક્ટેબલ પણ બની જાય છે. કિડનેપરના પાત્રમાં પુરબ કોહલીની દરિંદગીને લીધે ફિલ્મ જામે છે અને જોઈ શકાય એવી બની છે. શૉમ માખિજાના દિગ્દર્શનની ધાર સોનમ કપૂરના અભિનયને કારણે બુઠ્ઠી લાગી શકે. વન-ટાઈમ વૉચ ગણી શકાય.

bhattparakh@yahoo.com

THIS WEEK ON OTT

1)      ડિઝની પ્લસ હૉટસ્ટાર – ધ ટ્રાયલ

2)      જિયો સિનેમા – ધ મેજિક ઑફ શિરી

3)      નેટફ્લિક્સ: કોહરા

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *