કેમ જોવી?: કાજોલના અભિનય માટે.

કેમ ન જોવી?: આખો શૉ ભયંકર રીતે લસ્ત અને ઢીલોધબ્બ છે, માટે!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ફનરંગ હવે તો જોકે મોટાભાગના સફળ કે પછી નિષ્ફળ કલાકારો ઑટીટી પ્લેટફૉર્મ પર આવીને પોતપોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કાજોલ પણ એમાંની એક છે, જેણે તાજેતરમાં ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ ઉપર રીલિઝ થયેલી વેબસીરિઝ ‘ધ ટ્રાયલ’ થકી વેબ-સ્પેસમાં ડેબ્યુ કર્યુ છે અને પ્રોડક્શન હાઉસ પણ તેના પતિ અજય દેવગનનું જ છે! આ શૉ રીલિઝ થયો એ પહેલાં જ કાજોલની એક રાજકીય ટિપ્પણીને કારણે તે વિવાદો વચ્ચે ઘેરાઈ ગઈ હતી. ‘ધ ટ્રાયલ’ની પ્રમોશ્નલ ઈવેન્ટ દરમિયાન તેણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભારતના રાજકારણીઓ અભણ છે! અને આ પછી તો સોશિયલ મીડિયા પર તેના ભણતર અને જીવનના અન્ય પાસાં સંબંધિત ઘણી વાતો ઉછાળવામાં આવી. ખેર, આ વિવાદ જાણીજોઈને ઊભો કરવામાં આવ્યો કે પછી અજાણતાં… મુદ્દો એ છે કે તેનો હેતુ સર્યો નથી. ‘ધ ટ્રાયલ’માં કાજોલના અભિનય સિવાય બીજી એકેય બાબતના વખાણ નથી થઈ રહ્યા. રૉબર્ટ કિંગ અને મિશેલ કિંગના અંગ્રેજી શૉ ‘ધ ગૂડ વાઈફ’ની સત્તાવાર રીમેક એટલે કાજોલ અભિનીત ‘ધ ટ્રાયલ’.

મુંબઈના જાણીતા ન્યાયાધીશ રાજીવ સેનગુપ્તા (જિસ્સુ સેનગુપ્તા) પર સેક્સરૂપી લાંચ લેવાનો આરોપ લાગે છે અને તેની ધરપકડ થાય છે. તેની પત્ની નોયોનિકા સેનગુપ્તા (કાજોલ) અને બે બાળકીઓના જીવનમાં એ સમયે તોફાન આવે છે. ઘર ચલાવવા માટે નોયોનિકા દસ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી પાછી એક લૉ-ફર્મ સાથે જોડાય છે, જ્યાં તેના હાથમાં અનેક હાઈ-પ્રોફાઈલ કેસ આવે છે. આ દરમિયાન તેના અંગત જીવનમાં પણ એક પછી એક ખુલાસાઓ થતાં જાય છે, જે તેની મુશ્કેલીઓ ઘટાડવાને બદલે વધારવાનું કામ કરે છે.

સૌથી વધારે ચોંકાવનારી વાત તો એ છે કે 8 એપિસોડની આ વેબસીરિઝમાં શીબા ચઢ્ઢા, કુબ્રા સૈયત, અલી ખાન, ગૌરવ પાંડે, આમિર અલી જેવા નીવડેલા કલાકારોની ઉપસ્થિતિ હોવા છતાં પ્રેક્ષકો ઉપર ધારી અસર નીપજાવવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. આઠ એપિસોડ દરમિયાન અલગ અલગ કેસ-સ્ટડી અને વાર્તાઓ ચાલતી હોવાને લીધે પણ સીરિઝ થોડી લસ્ત બની જાય છે. અધૂરામાં પૂરું, રોમાંચક અને રસપ્રદ આંટીઘૂંટીઓ પીરસવામાં શૉ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યો છે. બિન્જ-વૉચના જમાનામાં એક એપિસોડ પૂરો કરવામાં પ્રેક્ષકને જ્યારે ફાંફા પડે ત્યારે સમજી લેવાનું કે શૉ ફ્લૉપ છે.

લેખક હુસૈન દલાલ, અબ્બાસ દલાલ બૉલિવૂડમાં દર મહિને બે-ત્રણ શૉ અથવા સીરિઝ અથવા ફિલ્મ લઈને આવતાં રહે છે. આથી, જ્યાં ક્વૉલિટીને બદલે ક્વૉન્ટિટીમાં કામ થતું હોય ત્યાં સર્જનાત્મકતા મરી પરવારે છે એ ઘટના ફરી વખત ‘ધ ટ્રાયલ’ના કિસ્સામાં સાચી પુરવાર થઈ છે. અજય દેવગનનું પ્રૉડકશન હોવાને નાતે આ શૉને કદાચ ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ જેવું માતબર પ્લેટફૉર્મ મળી ગયું, બાકી આ શક્ય નહોતું.

bhattparakh@yahoo.com

THIS WEEK ON OTT

1)      જિયો સિનેમા – ટ્રાયલ પીરિયડ, ચાંદલો

2)      એમેઝોન પ્રાઈમ વીડિયો – બવાલ

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *