કેમ જોવી? : ભારતની પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકોના સંઘર્ષ અને તેમની સફળતાની યાત્રાને ખૂબ જ વિગતવાર જાણવી અને અનુભવવી હોય તો!

કેમ ન જોવી?: મેડિકલ-સાયન્સ ડ્રામા પસંદ ન હોય તો!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા ધ કાશ્મીર ફાઇલ્સ પછી ઘણાં સમય બાદ નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી ‘ધ વેક્સિન વૉર’ નામની નવી ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ થિએટરમાં રીલીઝ થઈ ચૂકી છે. વિવેક અગ્નિહોત્રીની અન્ય ફિલ્મોની જેમ જ આ ફિલ્મ પણ પરંપરાગત બૉલીવુડ ફિલ્મો કરતાં ખાસ્સી અલગ છે. આ ફિલ્મ મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય વૈજ્ઞાનિકો અને ડોકટરોના પરાક્રમી પ્રયાસોને દર્શાવે છે કે જેમણે પ્રથમ સ્વદેશી COVID-19 રસી ‘કોવેક્સિન’ વિકસાવી હતી.

વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં નાના પાટેકર, પલ્લવી જોશી, રાયમા સેન, અનુપમ ખેર, અને અન્ય કલાકારો છે કે જેઓ વેક્સિનની ડેવલોપમેન્ટ પ્રક્રિયા સાથે સંકળાયેલા વાસ્તવિક જીવનના પાત્રોનું ચિત્રણ કરે છે. આ ફિલ્મની વાર્તા વેક્સિન બનાવવા માટે સંશોધન કરનાર વૈજ્ઞાનિકોની ટીમે સંસાધનોની અછત, રાજકીય દબાણ, મીડિયાના એજન્ડા અને વાયરસના ઉદભવી રહેલા નવા પ્રકારો વગેરે જેવા વિવિધ પડકારો અને અવરોધોનો કેવી રીતે સામનો કર્યો હતો તે બાબતને ઉજાગર કરે છે. આ સાથે જ આ ફિલ્મ વૈજ્ઞાનિકોના નૈતિક સંઘર્ષોને પણ પ્રકાશિત કરે છે કે જે સમગ્ર વિશ્વના લોકોનો જીવ બચાવવા અને માનવતાની સેવા કરવાની શોધમાં ઉદ્ભવે છે.

‘ધ વેક્સિન વૉર’ માત્ર એક મેડિકલ ડ્રામા નથી, પરંતુ ભારતની ઇનોવેશન અને કો-ઓપરેશન ભાવનાને સમગ્ર વિશ્વ સામે ઉજાગર કરે છે. આ ફિલ્મ વૈજ્ઞાનિક અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ‘ફ્રંટલાઈન વોરિયર્સ’ ની સિદ્ધિઓ અને તેમની મહેનતને બિરદાવે છે કે જેમણે મહામારી દરમિયાન સલામત અને અસરકારક રસી બનાવવા માટે અથાક મહેનત કરી હતી. આ સાથે એવું પણ નાથી કે આ ફિલ્મ ફકત વૈજ્ઞાનિકોને રસી બનાવવા માટે મળેલી સફળતાના જ ગુણગાન ગાય છે, પરંતુ રસી બનાવવાની સમગ્ર પ્રક્રિયામાં તેમની મળેલી નિષ્ફળતાઓને પણ વર્ણવે છે. આ ઉપરાંત આ ફિલ્મમાં એક રોચક પાત્ર ‘રોહિણી સિંહ ધુલિયા’ નામની પત્રકારનું પણ છે કે જે પોતાના એજન્ડાઓને પાર પાડવા માટે ભારતની સ્વદેશી વેક્સિનને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. આ પાત્ર રાઈમા સેને બખૂબી ભજવ્યું છે.

આ ફિલ્મ ભારતની પ્રથમ બાયો-સાયન્સ મૂવી છે. આ ઉપરાંત કોવિડ વેક્સિનના નિર્માણની અનટોલ્ડ સ્ટોરી વિશે વધુ જાણવા ઇચ્છતા કોઈપણ વ્યક્તિએ ‘ધ વેક્સિન વોર’ અચૂક જોવી જ જોઈએ. આ ફિલ્મ સારી રીતે સંશોધન કરીને લખાયેલી છે. આ ફિલ્મમાં વિવેક અગ્નિહોત્રીનું ડિરેક્શન લાજવાબ છે. નાના પાટેકર આ ફિલ્મમાં ખીલી ઉઠયા છે. ફિલ્મમાં ડ્રામા, રમૂજ અને કોન્ટ્રોવર્સી જેવા અલગ અલગ પાસાઓ પણ છે. આ ફિલ્મ જરા પણ કંટાળાજનક નથી. ધ વેક્સીન વોર એક એવી ફિલ્મ છે જે આપણને ભારતીય હોવા પર ગર્વ કરાવે છે.

bhattparakh@yahoo.com

THIS WEEK IN THEATERS

1) ફૂકરે – 3

2) હું અને તું

3) ધ નન – 2

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *