કેમ જોવી?: ભૂમિ પેડનેકરનો બોલ્ડ અવતાર જોવો હોય તો!
કેમ ન જોવી?: નબળી સ્ટોરી પાછળ પૈસા બગાડવાનો શોખ ન હોય તો!
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । બૉલીવુડ પોતાની ડૂબતી નૈયાને બચાવવા માટે હવે મહિલા કેન્દ્રી ફિલ્મોને બનાવવાની અને તેને માસ ઓડિયન્સ સુધી પહોંચાડવાની મથામણ કરી રહ્યું છે. તેવામાં ‘થેન્ક યુ ફોર કમિંગ’ નામની એક ફિલ્મ તાજેતરમાં રીલીઝ થઈ છે. બેઝિકલી ‘થેન્ક યુ ફોર કમિંગ’ એ એક હિન્દી કોમેડી ફિલ્મ છે કે જેનું નિર્દેશન કરણ બુલાની દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરાયું છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, કુશા કપિલા, અનિલ કપૂર અને કરણ કુન્દ્રા મુખ્ય ભૂમિકામાં જોવા છે. આ ફિલ્મ મિત્રોના એક ગ્રુપ વિશે છે કે જેઓ લગ્ન કરી રહેલા તેમના એક મિત્ર માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરે છે, પરંતુ જ્યારે તેઓને ખબર પડે છે કે છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે ત્યારે ફિલ્મમાં કેટલીક હિલેરિયસ ઘટનાઓ સર્જાય છે. કે જે ફિલ્મની મુખ્ય સ્ટોરી છે.
આ ફિલ્મનું માર્કેટિંગ એન્ટરટેઇનિંગ અને લાઇટ હાર્ટેડ કોમેડી ફિલ્મ તરીકે કરવામાં આવ્યું છે. પરંતુ આ ફિલ્મ સ્પષ્ટ પણે કોમેડી ફિલ્મ તરીકે દર્શકોને જોવી ગમે તેવી નથી. આ ફિલ્મ ટીપીકલ કલીશે, સ્ટીરિયોટાઇપ્સ, ઓવરએક્ટિંગ અને ફોર્સ હ્યુમરથી ભરેલી છે. ફિલ્મની વાર્તા કેટલીક જગ્યાએ પ્રેડિક્ટ થઈ જાય તેવી છે. કોમેડી સર્જવા માટે ઉમેરવામાં આવેલા જોક્સ વાસી એટલે કે જૂન થઈ ગયા હોવાનું અથવા વ્હોટ્સએપ ફોરવર્ડ હોવાનું અનુભવાય છે. મેકર્સે આ ફિલ્મની વાર્તાને અલ્ટ્રા મોર્ડન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ફિલ્મની વાર્તાનું લેખન જ નબળું થયું હોવાથી ઓવરઓલ ફિલ્મ જ નબળી છે. જેના લીધે ફિલ્મમાં કામ કરનાર પીઢ અભિનેતા ‘અનિલ કપૂર’ અને અદાકારા ‘ભૂમિ પેડનેકર’નું ટેલેન્ટ પણ યોગ્ય રીતે યુટીલાઇઝ ન થયું હોવાનું અનુભવાય છે.
ફિલ્મના ક્લાઈમેક્સમાં સ્ટેજ પર ભૂમિના પાત્રનું લાંબુ ભાષણ કોઈ નિષ્કર્ષ પર પહોંચતું નથી. આખી ફિલ્મની જવાબદારી ભૂમિ પેડનેકરને માથે હોય તેવું અનુભવાય છે. અનિલ કપૂર નાના રોલમાં પણ પોતાની અલગ જ છાપ છોડી દે છે. ડોલી સિંહ અને શિબાની બેદી મિત્રોની ભૂમિકાને અનુરૂપ છે. ફિલ્મમાં શહેનાઝ ગિલ, કરણ કુન્દ્રા અને કુશા કપિલાની હાજરીથી ફિલ્મને કઈ વધારે ફાયદો થઈ શક્યો નથી. શહેનાઝ ગિલે પોતાની એક્ટિંગ પર હજુ ખૂબ જ કામ કરવાની જરૂર વર્તાય છે.
ફિલ્મની નબળી સ્ક્રિપ્ટ, દિગ્દર્શન, એડિટિંગ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સોંગ્સને કારણે યત્ર તત્ર સર્વત્ર તેની ટીકા થઈ રહી છે. આ ફિલ્મ પર LGBTQ+ સમુદાય, મહિલાઓ અને લઘુમતીઓ પ્રત્યે અસંવેદનશીલતા દાખવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
bhattparakh@yahoo.com
THIS WEEK ON OTT
1) નેટફ્લિક્સ – ખુફિયા
2) એમેઝોન પ્રાઈમ વીડિયો – મુંબઈ ડાયરીઝ (સિઝન-2)
3) ડિઝની+ હોટસ્ટાર – હન્ટેડ મેન્શન
4) ડિઝની+ હોટસ્ટાર – લોકિ (સિઝન-2)
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો