(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજે સ્વાસ્થ્યને દુરસ્ત કરવાના વિચારો આવશે. અગાઉ કરેલા ખોટા ખર્ચા અંગે ચિંતન કરી શકો છો. નાણાં ખેંચ અનુભવો. પરિવારજનની તબિયત બગડે. જીવનસાથી આજે ખભેખભો મેળવીને ચાલશે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે કોઈ મિત્રની સાથે ગેરસમજ થવાથી ઝગડો થઈ શકે છે. જૂની ઉઘરાણી પ્રાપ્ત થવાની શક્યતા જણાય છે. કામનું ભારણ અધિક રહેવાથી તણાવ અનુભવી શકો. જીવનસાથી સાથે તાલમેલ બેસાડવામાં હેરાન થાવ.
? મિથુન (ક,છ,ધ) ?
આજે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. યાત્રા થાક અને તણાવ આપી શકે છે. પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવી શકો છો. ધાર્મિક કાર્યોમાં સમય વિતાવી શકો છો. જીવનસાથી અનન્ય પ્રેમ આપે તેવી શક્યતા.
? કર્ક (ડ,હ) ?
આજે પોતાની લાગણીઓ અને ડર પર કાબૂ મેળવવા પ્રયાસ કરવો જરૂરી. સગા સંબંધીઓ સાથે સમય વિતાવી શકો છો. આજે કોઈ વસ્તુ ચોરાઈ કે ખોવાઈ શકે છે. જીવનસાથી સાથે સાંજ સારી વિતશે.
? સિંહ (મ,ટ) ?
આજે ખોટા વિચારોમાં સમય અને ઉર્જા બગાડવી નહીં. આજે પોતાના માટે સમય કાઢીને દિવસ સારો બનાવી શકો છો. જીવનસાથીની ઉદાસીનતા દૂર કરવા પ્રયાસ કરવો પડી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે કોઈ વ્યક્તિને કારણે આપનો મૂડ ખરાબ થઈ શકે છે. ખોટી ચિંતાઓને કારણે શરીર પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. આજે રચનાત્મક કાર્યોમાં સમય વિતાવી શકો. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે.
? તુલા (ર,ત) ?
આજે આપ આરામ કરવાના કે મનોરંજન કામમાં સમય વિતાવવાના મૂડમાં રહી શકો છો. વિદેશથી લાભ પ્રાપ્ત થવાની શક્યતા. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ ખાસ યાદગાર બની શકે છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે ભાગીદારીવાળી યોજનાઓમાં રોકાણ કરવાનું ટાળવું જરૂરી. નાના બાળકો કે સંતાનો તરફથી આનંદ પ્રાપ્ત થાય. ચર્ચામાં મ્હેણાં મારવાનું ટાળવું. જીવનસાથી સાથે સારો સમય પસાર થઈ શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે અંગત લોકોને મનની ખાસ વાત જણાવી શકો છો. આર્થિક લાભને કારણે મન પ્રસન્ન રહેશે. કોઈ વડિલના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે. જીવનસાથીના આંતરિક સૌંદર્ય આજે આપને જોવા મળી શકે છે.
? મકર (ખ,જ) ?
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે પ્રિયજનોને કોઈપણ ખોટો વાયદો કરવાનું ટાળવું જરૂરી. ઘરના નાનાં સદસ્યો સાથે હરવા ફરવા જાવ તેવી શક્યતા. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત કરો તેવી શક્યતા છે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે સામાજીક પ્રસંગમાં હાજરી આપીના આનંદ પ્રાપ્ત કરશો. આજે નાણાંની બચતના વિચારો મન પર છવાયેલા રહી શકે છે. કમ્યુનિકેશન સ્કિલ પ્રભાવશાળી રહેશે. જીવનસાથી સ્નેહપૂર્વક વર્તન કરશે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજનો દિવસ મૌજ મસ્તીમાં વિતે તેવી શક્યતા છે. યાત્રા – પ્રવાસમાં કિંમતી ચીજવસ્તુની કાળજી રાખવી જરૂરી. આજે ધીરજની કસોટી થાય. જીવનસાથી સાથે નાની – મોટી પાર્ટીમાં હાજરી આપવાનું થઈ શકે છે.