કેમ જોવી?: સસ્પેન્સ થ્રીલર અને સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો જોવી ગમતી હોય તો!

કેમ ન જોવી?: અક્ષય કુમારને દેશભક્તિના પોસ્ટર-બોય તરીકે જોવો પસંદ ન હોય તો!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા ‘મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ ફિલ્મ, વર્ષ 1989માં એક ખાણમાં ફસાઈ ગયેલા 65 ખાણ શ્રમિકોના જીવ બચાવનાર એન્જિનિયર જસવંત સિંહ ગિલની હિંમત અને વીરતાની વાર્તાને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરે છે. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર મુખ્ય પાત્ર જસવંત સિંહ ગિલ તરીકે અને પરિણીતી ચોપરા તેની પત્ની નિર્દોષની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે. વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ દ્વારા આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી છે.

આ ફિલ્મ 13 નવેમ્બર, 1989ના રોજ બનેલી સત્ય ઘટનાઓ પર આધારિત છે. પશ્ચિમ બંગાળના રાણીગંજમાં મહાબીર કોલીરીમાં થયેલા વિસ્ફોટને કારણે ભૂગર્ભ ખાણમાં ભારે પૂર આવ્યું હતું, જેમાં 65 કામદારો ફસાયા હતા. તે સમયે આ ખાણના મુખ્ય એન્જિનિયર જસવંત સિંહ ગિલ હતા અને તેમણે ખાણમાં ફસાયેલા તમામ શ્રમિકોના જીવ બચાવવા માટેનું મિશન હાથ ધર્યું હતું. તેમની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્રની મદદથી, તેમણે પાંચ દિવસના ગાળામાં તમામ 65 ખાણ શ્રમિકોનો જીવ બચાવી ઇતિહાસ રચ્યો અને ‘કેપ્સ્યુલ ગિલ’ ઉપનામ મેળવ્યું હતું.

આ ફિલ્મ એન્જિનિયર જસવંત સિંહ ગિલની બહાદુરી અને સમર્પણ તેમજ જીવવાની અને બચવાની આશા અને વિશ્વાસ સાથે ખાણમાં ફસાયેલા શ્રમિકોની હિંમતની ભાવનાને શ્રદ્ધાંજલિ છે. અક્ષય કુમારે એન્જિનિયર જસવંત સિંહ ગિલના પાત્રને ખિલવ્યું છે. તેમણે [પપોતાના અભિનયમાં સહેજ પણ કચાશ રહેવા દીધી નથી. પરિણીતી ચોપરા તેની પત્ની નિર્દોષની ભૂમિકા ભજવે છે કે જે સમગ્ર મિશન દરમિયાન તેની સાથે રહે છે. પરિણીતી ચોપરાને મર્યાદિત સ્ક્રીન ટાઈમ આપવામાં આવ્યો છે પરંતુ તેણે પોતાના એક્સપ્રેશન અને એક્ટિંગ થકી ફિલ્મમાં પોતાની હાજરીનો એક અલગ જ પ્રભાવ સર્જ્યો છે. ફિલ્મમાં અન્ય કલકારોમાં રાજેશ શર્મા, પવન મલ્હોત્રા, કુમુદ મિશ્રા, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, રવિ કિશન, અનંત મહાદેવન, વીરેન્દ્ર સક્સેના અને આરિફ ઝકરિયાનો સમાવેશ થાય છે કે જેઓ એન્જિનિયર ગિલના સાથીદારો, ઉપરી અધિકારીઓ, હરીફો અને મિત્રો જેવી વિવિધ ભૂમિકાઓ ભજવે છે.

આ ફિલ્મ સારી રીતે રિસર્ચ કરીને લખવામાં આવી છે કે જેમાં સંવાદો સરળ પરંતુ ખૂબ જ પ્રભાવશાળી છે. રિતેશ શાહ અને સૈવિન ક્વાડ્રાસની પટકથા પ્રેક્ષકોને વ્યસ્ત રાખે છે. આ ફિલ્મ ખાણ ઉદ્યોગની કઠોર વાસ્તવિકતાઓ અને કામદારોની દુર્દશા દર્શાવવામાં સહેજ પણ શરમાતી નથી. અક્ષય કુમારની અન્ય ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ કેટલીક દેશભક્તિની ક્ષણો છે કે જે સ્વાભાવિકપણે ગર્વ ઉપજાવે છે.

આ ફિલ્મનું દિગ્દર્શન ટીનુ સુરેશ દેસાઈએ કર્યું છે કે જે સસ્પેન્સનું વાસ્તવિક અને આકર્ષક વાતાવરણ બનાવવામાં સફળ રહ્યા છે. ફિલ્મમાં કેટલીક પ્રભાવશાળી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે કે જે પૂરના દ્રશ્યો અને કેપ્સ્યુલ રેસ્ક્યૂને વધારે આકર્ષક અને થ્રીલર બનાવે છે. આ ફિલ્મમાં તનિષ્ક બાગચી, રોચક કોહલી અને ગૌરોવ દાસગુપ્તા દ્વારા રચિત કેટલાક સારા ગીતો પણ છે કે જેમાં મનોજ મુન્તાશીર અને કુમારના લિરિક્સ છે. ગીતો સારી રીતે મૂકવામાં આવ્યા છે અને ફિલ્મના મૂડને અનુરૂપ છે.

bhattparakh@yahoo.com

THIS WEEK ON OTT

1)    ડિઝની+ હોટસ્ટાર – સુલતાન ઓફ દિલ્હી

2)    સોની લિવ – શાંતિત ક્રાંતિ (સિઝન 2)

3)    જિયો સિનેમા – કોફુકુ

4)    એમેઝોન પ્રાઇમ વિડીયો – The Burial

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *