કેમ જોવી? : અમિતાભનો વિલન તરીકેનો અંદાઝ જોવો હોય તો!
કેમ ન જોવી? : ટાઈગર શ્રોફના એકસરખા એક્શન સીન ન જોવા હોય તો!
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ફિલ્મ ગણપત એ એક ફ્યૂચરિસટીક એક્શન ડ્રામા ફિલ્મ છે કે જે શક્તિશાળી અને વગદાર લોકોના જુલમ સામે વંચિત લોકોના સંઘર્ષને દર્શાવે છે. આ ફિલ્મ વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે કે જેમણે અગાઉ ક્વીન અને સુપર 30 જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. આ સાથે જ આ ફિલ્મનું રાઇટિંગ પણ વિકાસ બહલે જ કર્યું છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ ‘ગણપત’ની ભૂમિકામાં છે કે જે દાલિની નામના એક વ્યક્તિના નેતૃત્વમાં ચાલી રહેલી ગુનાહિત સિન્ડિકેટ સામે લડે છે. કૃતિ સેનન જસ્સીનું પાત્ર ભજવે છે કે જે એક પત્રકાર છે અને તે ગણપત સાથે તેના મિશનમાં જોડાય છે. એલી અવરામ રોઝીની ભૂમિકા ભજવે છે. રોઝીનું પત્ર થોડું રહસ્યમય પરંતુ વધારે કલીશે છે.
આ ફિલ્મ એક ડાયસ્ટોપિયન વિશ્વમાં સેટ થાય છે કે જ્યાં અમીર અને ગરીબ તદ્દન વિપરીત જીવનશૈલી જીવે છે. ધનિકો વૈભવી ગગનચુંબી ઇમારતોમાં રહે છે, જ્યારે ગરીબો ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ શહેર પર દાલિનીનું શાસન છે. ફિલ્મનો વિલન એક ક્રૂર ગુનેગાર છે કે જે રાજકારણથી લઈને મીડિયા સુધીની દરેક વસ્તુને નિયંત્રિત કરે છે. તેને ગણપત સાથે અંગત વેર છે કે જે એક સમયે તેનો આશ્રિત હતો પરંતુ તેણે તેની સાથે દગો કર્યો હતો. ટૂંકમાં ફિલ્મમાં ગણપત રૉબિનહૂડ જેવુ કેરેક્ટર પ્લે કરે છે.
અદભૂત એક્શન સિક્વન્સ અને પ્રભાવશાળી પ્રોડક્શન ડિઝાઇન સાથે આ ફિલ્મ એક વિઝ્યુઅલ સ્પેક્ટેકલ છે. આ ફિલ્મનું શૂટિંગ લંડન, લદ્દાખ અને મુંબઈ સહિત વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું બજેટ 200 કરોડ હોવાનું કહેવાયું છે. આ ફિલ્મમાં વિશાલ મિશ્રા, અમિત ત્રિવેદી, વ્હાઇટ નોઈઝ સ્ટુડિયો અને ડૉ. ઝિયસ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ સ્ટેલર સાઉન્ડટ્રેક અદભુત છે. ગીતો આકર્ષક અને દમદાર છે.
ફિલ્મની તાકાત તેના અભિનયમાં છે, ખાસ કરીને ટાઇગર શ્રોફ અને અમિતાભ બચ્ચન. ટાઇગર શ્રોફ દ્વારા તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું છે એમ કેટલેક અંશે કહી શકાય. પરંતુ હર હમેશની જેમ ટાઈગર તેની એક્શન અને માર્શલ આર્ટસ મૂવ્સને કારણે જ જોવો ગમે છે. ટાઈગરની ડાઈલોગ ડિલિવરી અને એક્સપ્રેશનમાં આટલા વર્ષો બાદ પણ કોઈ વધારે સુધારો નથી આવ્યો. અમિતાભ બચ્ચન દાલિની – એક વિલન તરીકે ડરાવી રહ્યા છે. કૃતિ સેનન પણ જસ્સી તરીકે ઠીક ઠાક છે. જો કે તેણે ટાઇગર શ્રોફ સાથે સારી કેમિસ્ટ્રી શેર કરી છે. ફિલ્મમાં થોડો રોમાંસ અને થોડી કોમેડી પણ છે.
ફિલ્મની નબળાઈ તેની સ્ક્રિપ્ટમાં રહેલી છે, જે પરેડિકટેબલ અને ક્યાંક ક્યાંક ટીપીકલ અનુભવાય છે. આ ફિલ્મના અનેક દ્રશ્યો મેડ મેક્સ: ફ્યુરી રોડ, વી ફોર વેન્ડેટા અને ધ ડાર્ક નાઈટ રાઈઝ જેવી હોલીવુડની ફિલ્મોમાંથી લેવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ પણે દેખાય છે. ફિલ્મની લંબાઈ પણ એક નબળાઈ છે, કારણ કે ફિલ્મ બે કલાકથી વધુ સમય સુધી ખેંચાય છે. ટ્રેજેડી અને પાત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ફિલ્મ વધુ તીક્ષ્ણ અને સારી બની શકી હોત.
bhattparakh@yahoo.com
THIS WEEK ON OTT
1) નેટફ્લિક્સ – કાલા પાની
2) એમેઝોન પ્રાઈમ વીડિયો – પરમેનન્ટ રૂમમેટ્સ (સિઝન-2)
3) સોની લિવ – હામી-2
4) ડિઝની પ્લસ હોટસ્ટાર – મેન્શન 24
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો