કેમ જોવી? :કૈથી’ અને ‘વિક્રમ’ પછી LCUની નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હોવ તો!

કેમ ન જોવી? : લોકેશ કનગરાજ અને વિજયના ફેન ન હોવ તો!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા સુપરહિટ તમિલ નિર્દેશક લોકેશ કનાગરાજની ફિલ્મ ‘લીઓ’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને લોકોમાં પહેલેથી જ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ તામિલ ફિલ્મને હિન્દી ભાષામાં પણ રીલીઝ કરવામાં આવી હોવાથી ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન આસમાને આંબી રહ્યું છે.

આ ફિલ્મની વાર્તા હિમાચલ પ્રદેશના એક નાના શહેરમાંથી શરૂ થાય છે, જ્યાં પાર્થિબન (વિજય) તેની પત્ની સત્યા (ત્રિશા) અને બે બાળકો સાથે રહે છે. પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરનાર પાર્થિબન વન વિભાગના સહયોગથી જંગલના પ્રાણીઓના જીવ પણ બચાવે છે. એક દિવસ એક હાયના (ઝરખ-વરુ જેવુ પ્રાણી) શહેરમાં આવી ચડે છે. પાર્થિબન પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને પકડી લે છે અને લોકોનો જીવ બચાવે છે. આ કારણે દેશભરના અખબારોમાં તેની તસવીરો છપાય છે. તે તસવીરો જોઈને દક્ષિણ ભારતીય ગેંગસ્ટર હારોલ્ડ દાસ (અર્જુન સરજા) ને તેનો ભત્રીજો લીઓ દાસ યાદ આવે છે. તેનો ભત્રીજા લીઓ દેખાવમાં અદ્દલ પાર્થિબન જેવો જ છે.

પોતાની ઉત્તમ એક્શન ફિલ્મો માટે પ્રખ્યાત લોકેશ કનાગરાજે આ વખતે પણ દર્શકોને નિરાશ કર્યા નથી. ફિલ્મના એક્શન સિન્સ એકઠી એક ચડિયાતા છે અને તે પૈસા વસૂલ છે. ફિલ્મની શરૂઆત વિજય અને હાયના (ઝરખ-વરુ જેવુ પ્રાણી) વચ્ચેના ભીષણ લડાઈના દ્રશ્યોથી થાય છે. ફિલ્મની વાર્તા દર્શકોને ઇન્ટરવલ સુધી વ્યસ્ત રાખે છે. ઇન્ટરવલ પહેલા, સંજય દત્ત મુખ્ય વિલન તરીકે વાર્તામાં પ્રવેશ કરે છે. પરંતુ દુખની વાત એ છે કે ફિલ્મની વાર્તા સેકન્ડ હાફમાં થોડી નબળી પડી ગઈ હોય તેવું અનુભવાય છે.

લોકેશે સારા કલાકારો સાથે તેની ફિલ્મમાં મજબૂત એક્શન ફ્લેવર ઉમેર્યું છે, પરંતુ ઇન્ટરવલ પછી વાર્તાની મજબૂતાઈ જળવાઈ શકી નહીં. ક્લાઈમેક્સનું એક્શન ચોક્કસપણે લાજવાબ છે, શરૂઆતથી ચાલી રહેલી વાર્તાનો અંત જબરદસ્ત રીતે શોકિંગ છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો વિજય થલાપતિએ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે. વિલન તરીકે સંજય દત્ત વિજયની સામે બહુ અસર છોડી શક્યા નથી. એમ કહી શકાય કે, સંજય દત્ત વિજયની સામે એક વિલન તરીકે ડેન્જરસ લાગી રહ્યા નથી.  જો કે, અર્જુન સરજાએ એક્શન અને એક્ટિંગની બાબતમાં વિજયને જોરદાર ચેલેન્જ આપી છે, પરંતુ તેને વધારે સીન મળ્યા નથી. ત્રિશાએ સરસ કામ કર્યું છે. ફિલ્મના બાકીના કલાકારો પણ પોતપોતાના રોલમાં યોગ્ય લાગે છે.

bhattparakh@yahoo.com

THIS WEEK ON OTT

1)    નેટફ્લિક્સ – પેઇન હસ્ટલર્સ

2)    એમેઝોન પ્રાઈમ વીડિયો – એસ્પીરેન્ટસ (સિઝન-2)

3)    નેટફ્લિક્સ – ધ ડેવીલ ઓન ટ્રાયલ

4)    ઝી ફાઈવ – દુરગંગા (સિઝન-2)

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *