(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે કોઈ ચીજવસ્તુ ચોરાય તેવી શક્યતા હોવાથી ખાસ ધ્યાન રાખવું જરૂરી. આજે કોઈક બાબતે પસ્તાવો થઈ શકે છે. બાગ બગીચામાં સમય પસાર કરી શકો છો. જીવનસાથી આજે આપનો સુખદુઃખનો સાથી સાબિત થાય.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. લોકોને પ્રભાવિત કરવા સક્ષમ રહેશો. કોઈ નવો આર્થિક કરાર અંતિમ સ્વરૂપ ધારણ કરી શકે છે. ઘણાં દિવસ બાદ કોઈ મહત્વની વ્યક્તિની મુલાકાત થાય. કોઈ સંબંધીથી હેરાન થઈ શકો.

? મિથુન (ક,,ધ) ?

આજે નોકરીયાત વર્ગ અને વેપારીઓએ વિશેષ કાળજી રાખવી જરૂરી. કામના તણાવને કારણે પરિવારજનોની જરૂરીયાતો નજરઅંદાજ કરવાથી હેરાન થવું પડે. આજે જીવનસાથીનો મૂડ આપ સમજી નહીં શકો.

? કર્ક (ડ,હ) ?

આજે સ્વાસ્થ્યના સુધારા માટે હરવા ફરવા જવું જરૂરી. વેપારમાં લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે. અચાનક કોઈ અણગમતી યાત્રા કરવી પડી શકે છે. આજે આપને કોઈ જૂની ભૂલનો અહેસાસ થવાથી મન ઉદાસ રહી શકે છે.

? સિંહ (મ,ટ) ?

આજે તન – મનથી સ્વસ્થતા અનુભવશો. કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટકવાને કારણે સાંજનો સમય બગડી શકે છે. સામાજીક કાર્યોમાં હિસ્સેદારી આનંદ આપી શકે છે. પિતા કે ગુરુને પગે લાગી ઘરની બહાર નિકળવું લાભદાયક.

? કન્યા (પ,,ણ) ?

આજે સકારાત્મક વિચારો દ્વારા ઘણી સમસ્યાઓમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકશો. બપોર બાદ આર્થિક હાલાતમાં સુધારો આવે. પરિવારમાં કોઈ આનંદના સમાચાર ઉલ્લાસ ફેલાવે. જીવનસાથી આજે પ્રશંસા કરી શકે છે.

? તુલા (ર,ત) ?

આજે કોઈની પણ સાથે વાદ – વિવાદ કરવાનુ ટાળવું જરૂરી. આજે નાણાં માંગતા વ્યક્તિઓની વાતને અવગણવી જરૂરી. બાળકોને કારણે આજે હેરાનગતિ ભોગવવી પડી શકે છે. આજે ધાર્મિક કાર્યોમાં સમય વિતે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે રોકાણ કરવામાં સાવધાની રાખવી જરૂરી. નાની – મોટી યાત્રાને કારણે થાક અનુભવી શકો છો. કોઈ આજે આપના મનની વાત જણાવી શકે છે. આજે કોઈ નવી ભાષા કે ચીજ શિખવામાં ધ્યાન આપી શકો છો.

? ધન (ભ,,,ધ) ?

આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી જણાય છે. આજે કોઈને પણ નાણાં ઉધાર આપવાનું ટાળવું જરૂરી. સકારાત્મક મિત્રો સાથે સમય પસાર કરી શકો છો. જીવનસાથી પ્રેમભર્યો વ્યવહાર કરશે.

? મકર (ખ,જ) ?

આજે મિત્રો સાથે આનંદયમ સમય પસાર કરી શકશો. આજે કોઈની વાત પર આંખો બંધ કરીને ભરોસો કરવો નહીં. બપોર બાદ આર્થિક લાભ થવાની શક્યતા. અન્ય વ્યક્તિને કારણે જીવનસાથી સાથે ખટરાગની શક્યતા.

? કુંભ (ગ,,,સ) ?

આજે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતાં પહેલાં બે વાર વિચાર કરવો જરૂરી. લાગણીઓના પ્રવાહમાં તણાઈને હેરાન થઈ શકો છો. માનસિક શાંતિ માટે ધ્યાનનો સહારો લઈ શકો છો. જીવનસાથીનું અલગ રૂપ જોવા મળે.

? મીન (દ,,,થ) ?

આજે જીવન પ્રત્યે ઉદાસીન વલણ રાખવું ટાળવું જરૂરી. ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરશો તો રાહત રહેશે. આજે કામમાંથી અચાનક રજા લેવાનો મૂડ રહેશે. જીવનસાથી સાથે તકરાર થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *