- ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના મહત્વના ખેલાડી હાર્દિક પંડ્યાના રૉડ શૉમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા.
- માંડવી દરવાજાથી શરૂ થયેલી રેલી નવલખી કમ્પાઉન્ડમાં સમાપ્ત થયા બાદ ભવ્ય આતશબાજી કરાઈ.
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । વર્ષ 2024ના મેન્સ ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા બનેલી ભારતીય ટીમના મહત્વના ખેલાડી અને વડોદરાવાસી હાર્દિક પંડ્યાનું આજરોજ વડોદરાવાસીઓએ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.
હાર્દિક પંડ્યાની સ્વાગત રેલી માટે કચ્છથી વિશેષ બસ મંગાવવામાં આવી હતી. વિશેષ રીતે શણગારાયેલી ડબલડેકર બસ પર સાંજે છ વાગ્યાના અરસામાં હાર્દિક પંડ્યા સવાર થયો હતો. રૉડ શૉ શરૂ થતાં પહેલાં જ માંડવીથી નવલખી કમ્પાઉન્ડ સુધીમાં ઠેર ઠેર ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતાં.
હાર્દિકે રૉડ શૉ દરમિયાન લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું તેમજ તેના ચાહકો માટે સહી કરેલી ટી-શર્ટ, બોલ વગેરે સામાન ફેંક્યા હતાં. માંડવીથી સુરસાગર તળાવ સુધીમાં તો હકડેઠઠ ભીડ જામી હતી. સમગ્ર આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રૉડ શૉના અંતે નવલખી કમ્પાઉન્ડમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.
(Photo – Video by Jashwant Parekh)
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો