- અનંત અને રાધિકાનો લગ્નોત્સવ 12 થી 15 જુલાઈ દરમિયાન મુંબઈમાં યોજાયો.
- 13મી તારીખે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના વિરલ આશરાએ સોશિયલ મિડીયા પર અંગ્રેજીમાં બોમ્બ બ્લાસ્ટ અંગે પોસ્ટ શેર કરી હતી.
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । દેશ – વિદેશના દિગ્ગજોની વિશેષ ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે યોજાયેલા અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ અંગે પોસ્ટ કરનાર વડોદરાના વાઘોડિયા વિસ્તારના વિરલ આશરાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
તા. 12 થી 15 જુલાઈ દરમિયાન મુંબઈના જુઓ કન્વેન્શન સેન્ટર ખાતે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લગ્નોત્સવ યોજાયો હતો. દરમિયાનમાં તા. 13મી જુલાઈએ સોશિયલ મિડીયામાં એક પોસ્ટ શેર થઈ હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, My Mind Is Wondering Completely That Half Of The World Would Go Up Side Down Tomorrow Of A Bomb Went Off At The Ambani Wedding Trillion Of Dollars In One Pin Code.
દેશના વડાપ્રધાન સહિત ટોચના રાજકારણીઓ, ફિલ્મી જગત અને રમત જગતની દિગ્ગજ હસ્તીઓ, દેશના મોટા ઉદ્યોગપતિઓની હાજરીમાં યોજાયેલા લગ્નોત્સવ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બીજી તરફ સોશિયલ મિડીયા પર બોમ્બ બ્લાસ્ટ અંગેની પોસ્ટ શેર થતાં મુંબઈ પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી.
મુંબઈ પોલીસને તપાસમાં ખબર પડી કે, સોશિયલ મિડીયા પર થયેલી બ્લાસ્ટ અંગેની પોસ્ટ વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતાં વિરલ કલ્પેશભાઈ આશરાએ કરી હતી. જેને પગલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સત્વરે વડોદરા આવી પહોંચી હતી. અને વડોદરા પોલીસની મદદથી વિરલને તેના ઘરેથી ઝડપી લીધો હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિરલને તેની સાથે લઈ ગઈ છે, અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz