• હાઈકોર્ટે હરણી બોટ કાંડ મામલે બે પૂર્વ IAS અધિકારી વિનોદ રાવ અને એચ.એસ. પટેલને જવાબદાર ઠેરવ્યા હતાં.
  • સરકારે નોટીસ ફટકારતાં બંને અધિકારીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.

FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

Mehulkumar Vyas | વડોદરામાં સર્જાયેલા હરણી બોટ કાંડમાં હાઈકોર્ટ દ્વારા જવાબદાર ઠેરવવામાં આવ્યા બાદ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવનાર પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવને સુપ્રિમ કોર્ટે આંચકો આપ્યો હોવાની વિગતો જાણવા મળે છે.

વડોદરામાં સર્જાયેલા હરણી બોટકાંડમાં 12 માસૂમ બાળકો અને બે શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો. દેશભરમાં ભારે ચકચાર મચાવનાર દુર્ઘટનાને મામલે ગુજરાત હાઈકોર્ટે બે આઈ.એ.એસ. અધિકારી ડૉ. વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ કર્યો હતો.

હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આ કાંડ માટે જે – તે સમયના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમણે પોતાની જવાબદારી સરખી રીતે નિભાવી નથી તેમજ સત્તાનો ગેર ઉપયોગ કર્યો હતો. કોટીયા પ્રોજેક્ટ્સ કોઈપણ સંજોગોમાં યોગ્ય બિડર ના કહેવાય. કોટિયાની પરવાનગી માત્રને માત્ર અધિકારીઓની પસંદગી હતી.

હાઈકોર્ટ દ્વારા વડોદરાના બંને પૂર્વ કમિશનર્સ સામે શિક્ષાત્મક પગલાં લેવાની સરકારને સૂચના આપતાં તેઓને નોટીસ ફટકારવામાં આવી હતી. જોકે, નોટીસનો જવાબ આપવાને બદલે બંને અધિકારીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ઉપરોક્ત મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થતાં આજરોજ વડોદરાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવની અરજી ફગાવી દેવામાં આવી હોવાની વિગતો શહેરના જાણીતા ધારાશાસ્ત્રી હિતેષ ગુપ્તા પાસેથી પ્રાપ્ત થાય છે.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *