(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
– મેષ (અ,લ,ઈ) –
આજે આપને જૂની ઉઘરાણી માંગ્યા વગર સામેથી પ્રાપ્ત થઈ શકે છે. પરિવારજનોના મનને જાણવામાં અડચણ અનુભવી શકશો. આજે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ખોટી ચર્ચા થાય તેવી શક્યતા જણાય છે.
– વૃષભ (બ,વ,ઉ) –
આજે આપના વ્યક્તિત્વની સુગંધ આસપાસના લોકોને આકર્ષિત કરશે. આર્થિક હાની ના થાય તેનું ધ્યાન રાખવુ જરૂરી. વેપાર ધંધામાં સહકાર પ્રાપ્ત થાય. જીવનસાથીને કારણે તણાવ અનુભવી શકો છો.
– મિથુન (ક,છ,ધ) –
આજે પડવા વાગવાના યોગ હોવાથી સાવધાની રાખવી જરૂરી. આજે પોતાના રોકાણ અંગે ગુપ્તતા રાખવી જરૂરી. આપ્તજનનું મન દુઃખી કરી શકે તેવી ચર્ચામાં વધું ઉંડા ઉતરવાનું આજે ટાળવું જરૂરી.
– કર્ક (ડ,હ) –
આજે અંગત મિત્રો સાથે સમય વ્યતિત કરીને શાંતિ પ્રાપ્ત કરી શકશો. કોઈ કિંમતી ચીજવસ્તુની આજે ચોરી થાય કે ખોવાય તેવી શક્યતા. જીવનસાથી સાથે આજે હરવા ફરવા જાવ તેવી શક્યતા.
– સિંહ (મ,ટ) –
આજે જૂની વાતોને ભૂલીને આગળ વધશો તો સફળતા પ્રાપ્ત થશે. આર્થિક નુકસાન થાય તેવી પૂરી શક્યતા. કાર્યક્ષેત્રે પરિવર્તનને કારણે લાભ થાય. આજે જીવનસાથી સાથે આત્મીયતાપૂર્વક વાત કરવી જરૂરી.
– કન્યા (પ,ઠ,ણ) –
આજે આપનું ઉર્જાસ્તર ઉંચું રહેશે. આત્મવિશ્વાસપૂર્વક દરેક કાર્ય કરી શકશો. અણધાર્યા ખર્ચનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે જીવનસાથી નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રે આજે આપની વાત ગંભીરતાથી લેવાશે.
– તુલા (ર,ત) –
આજે આપે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. અચાનક નાણાં આપની પાસે આવી શકે છે. આજે પરિવારજનો સાથે સમય વિતાવવો આનંદમય રહેશે. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર થાય.
– વૃશ્ચિક (ન,ય) –
ગુગલ પર વિડીયો જોઈને કે પોતાની જાતે દવા લેવાને કારણે હેરાન થવાની શક્યતા છે. આજે બચત કરવાના વિચારો મનમાં છવાયેલા રહેશે. આજે પ્રેમની કિંમત આપ અનુભવો તેવી પૂરી શક્યતા જણાય છે.
– ધન (ભ,ફ,ઢ,ધ) –
કોઈ જૂની સમસ્યા આજે સામે આવવાથી માનસિક તાણ અનુભવી શકો છો. આજે કોઈને નાણાં ઉધાર આપવા નહીં. વડીલો અને સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સાંજનો સમય સારો વિતે.
– મકર (ખ,જ) –
આજે પરિવારજનોની અપેક્ષાને કારણે ખીજ ચડી શકે છે. આજે કોઈ યાત્રા પ્રવાસનો યોગ સર્જાય. આજે સ્વભાવમાં સ્નેહ અને ઉદારતા દાખવશો તો રાહત મળશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે.
– કુંભ (ગ,શ,ષ,સ) –
આજે લાગણીશીલ પ્રસંગોને કારણએ તાણ અનુભવશો. આજે આપને કોઈ અજ્ઞાત સ્રોતથી ધન પ્રાપ્ત થાય તેવી શક્યતા. આપનો પ્રભાવ આજે વધશે. જીવનસાથી આપની પ્રશંસા કરી સ્નેહપૂર્વક વર્તશે.
– મીન (દ,ચ,ઝ,થ) –
આજે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. રોકાણ કરતાં પહેલા પૂરતું ધ્યાન રાખશો. ભાગીદારને કારણે આપની યોજનાઓ પર પાણી ફરી શકે છે. જીવનસાથીની માંગણીઓ પૂરી કરવામાં તણાવ અનુભવી શકો.