(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

મેષ (,,)

આજે ઉર્જાવાન અનુભવ કરશો. કોઈ આદત છોડવા અંગે જીવનસાથી સાથે ચકમક ઝરી શકે છે. ધુમ્રપાન વગેરે આદતો છોડવા માટે સારો દિવસ. આજે નાના બાળકોને રમકડાં કે કંઈ ખરીદી આપવું પડી શકે છે.

વૃષભ (,,)

આજે હરી ફરી શકશો અને આનંદમાં રહેશો. આર્થિક બાબતો અંગે જાતે નિર્ણય લેવાનું ટાળશો. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ઉપયોગી સાબિત થશે. પરિવારજનોને અધિક મહત્વ આપી શકશો.

મિથુન (,,)

આજે આપનો ઉદાર સ્વભાવ ઘણાં આનંદિત પળ પ્રાપ્ત કરાવશે. લાંબાગાળાનું રોકાણ કરવા માટે સારો દિવસ. સાંજ સુધીમાં આપના મન મગજ પર રોમાન્સ છવાઈ જશે. જીવનસાથી સાથે આનંદ પામશો.

કર્ક (,)

આજે મન મગજ પર મજાક મસ્તી છવાયેલી રહેશે. કોઈનું દીલ ના દુઃખે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી. આજે કોઈને ઉછીના નાણાં આપશો નહીં. આજે ખરીદી કરવાનું મન થાય તો બજેટને ધ્યાનમાં રાખવું જરૂરી.

સિંહ (,)

આજે ધનને લગતો કોઈ મામલો અટવાયેલો હશે તો એમાં આપને વિજય પ્રાપ્ત થાય. સગા સંબંધીઓનો સહયોગ પ્રાપ્ત થાય. પાણીનું જીવનમાં શું મૂલ્ય છે અંગે તમે કોઈને લેક્ચર આપશો.

કન્યા (,,)

આજે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મિલન મુલાકાત થાય. સ્વભાવમાં થોડી નરમાશ રાખશો ઘરપરિવારની કોઈ વાત જાણીને આપ ભાવુક થઈ શકો છો. ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરવાનું ઈચ્છા થઈ શકે.

તુલા (,)

દારૂનું વ્યસન હોય તો એનાથી થોડું અંતર રાખશો. શેર બજારમાં આજે રોકેલા નાણાં ડુબી શકે છે. આજે જીવનસાથી ઇશ્વરની દેણ સમાન લાગશે. આજે ક્ષમતા કરતાં અધિક કામ કરવું આપના માટે હિતકર નથી.

વૃશ્ચિક (,)

કોઈ મિત્ર આપની સહનશક્તિની પરીક્ષા લઈ શકે છે. નિતીમૂલ્યોને ત્યજશો નહીં, દરેક નિર્ણય તર્કબદ્ધ લેવો જરૂરી. આજે રાત્રે પરિવારજનોથી દૂર બાગ બગીચા કે પાર્કમાં ફરવાનું પસંદ કરશો.

ધન (,,,)

આપના માનસિક સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેશો. આધ્યાત્મિકતાને મહત્વ આપશો. જીવનસાથીનાં સ્વાસ્થ્ય માટે ખર્ચો કરવો પડી શકે છે. ગુસ્સા કરતાં પ્રેમને મહત્વ આપશો તો દિવસ સારો રહેશે.

મકર (,)

આજે બાળકોને કારણે સાંજ આનંદીત રહેશે. સ્થાવર મિલકત અંગેનું રોકાણ લાભદાયક રહેશે. આજે મોબાઈલ કે ટીવીમાં વધારે સમય વ્યતિત કરશો. જીવનસાથી સાથે આજે કોઈ ઝાડના છાંયડામાં બેસવું આનંદ આપશે.

કુંભ (,,,)

આજનો દિવસ મનોરંજન ભર્યો રહેશે. જીવનસાથીને કારણે જીવનમાં બદલાવ આવશે. પોતાની સ્વાર્થવૃત્તિ અને વાચાળતા પર નિયંત્રણ રાખશો.  કોઈ માંગલિક કાર્યમાં તન, મન અને શક્ય હોય તો ધનથી મદદ કરશો.

મીન (,,,)

આજે અગાઉ કરેલા કર્મોને કારણે હેરાનગતિ ભોગવવી પડે છે. ઘરમાં જરૂરી સામાન પાછળ ખર્ચ કરવો પડશે. ખોટા સપનાં જોવાનું બંધ કરશો, ખુલ્લી આંખે જોયેલા સપનાં મહેનત કર્યા વગર પૂરાં નથી થતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *