(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

મેષ (,,)

આજે ઝગડાખોર સ્વભાવને કારણે નજીકના સંબંધોમાં ખટાશ આવી શકે છે. ભવિષ્યની યોજના આજે ગુપ્ત રાખવી જરૂરી. સહકર્મીઓ સાથે ખટરાગ થઈ શકે છે. જીવનસાથીને કારણે આપની પ્રતિષ્ઠાને બગડી શકે છે.

વૃષભ (,,)

આજે કોઈ મિત્રને કારણે માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો. તણાવથી બચવા સંગીતનો સહારો લેશો. ભાઈબહેનની મદદથી આર્થિક લાભ થાય. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે દોડધામ કરવી પડે તેવી શક્યતા છે.

મિથુન (,,)

આજે આપે કોઈ મહત્વનો નિર્ણય લેવો પડી શકે છે. જેના કારણે ચિંતાના વાદળો મન પર છવાયેલા રહેશે. અન્ય લોકો માટે ખર્ચ કરવો પડી શકે છે. આજે મનપસંદ કાર્ય કરશો. જીવનસાથીનો સંગ સાંત્વના આપે.

કર્ક (,)

આજે તનમનથી સ્વસ્થતા અનુભવશો. રિયલ એસ્ટેટ અંગેના રોકાણમાં લાભ પ્રાપ્ત થાય. નોકરી ધંધાના કામમાં અધિક વ્યસ્તતા રહેશે. ગુસ્સા પર કાબૂ રાખવો. જીવનસાથી આપને ખુશ કરવાના પ્રયાસ કરશે.

સિંહ (,)

આજે તનતોડ મહેનત અને પરિવારના સહયોગથી સારું પરિણામ પ્રાપ્ત થશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી. પરિવારજનો સાથે વાદ વિવાદ ટાળવો. જીવનસાથી આજે આપની મુસીબતમાં સહારો બની શકે છે.

કન્યા (,,)

આજે હરવા ફરવાનો આપનો મૂડ રહી શકે છે. આકસ્મિક આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ સંબંધમાં પડવાનું આજે ટાળવું જરૂરી. જીવનસાથીની કોઈ વાત આજે આપને હેરાન કરી શકે છે, પણ લાભદાયક રહે.

તુલા (,)

આજે અનેક વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે માટે પોતાની જાતને શાંત રાખવી જરૂરી. ગુસ્સા પર કાબૂ નહીં રાખો તો નજીકના લોકો આપને પાગલ સમજશે. જીવનસાથી આપને ભરપૂર સહયોગ આપશે.

વૃશ્ચિક (,)

આજે નજીકના સ્વજનોનું ઘરમાં આવન જાવન રહેવાથી આર્થિક ભારણ ભોગવવું પડી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. જીવનસાથીના પ્રેમને કારણે જીવનની તકલીફોમાં રાહત પ્રાપ્ત થાય.

ધન (,,,)

આજે નાના બાળકો સાથે સમય વિતાવી તણાવમાં રાહત પ્રાપ્ત કરી શકો છો. કોઈ ઇલેક્ટ્રોનિક્સનો સામાન બગડી શકે છે. નવા મિત્રો બની શકે છે. જીવનસાથી આજે પ્રેમનો અને મનની વ્યથાનો વરસાદ કરી શકે.

મકર (,)

આજે સારી બાબતો સ્વિકારવા માટે આપનું મન ખુલ્લુ રહેશે. અટકેલી બાબતો અને ખર્ચા મન પર છવાયેલા રહેશે. પરિવારજનો સાથે આજે ચર્ચા કરવી હિતકર રહે. જીવનસાથી સાથે મજેદાર સાંજ વિતે તેવી શક્યતા.

કુંભ (,,,)

આજે કોઈ બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત થાય તેવી શક્યતા. શેરસટ્ટામાં નુકસાન થવાની શક્યતા છે. પરિવારજનો સાથે સમય વિતાવી શકશો. આજે જીવનસાથી સાથે આત્મિયતા પૂર્વક વાત કરી શકો છો.

મીન (,,,)

આજે કલ્પનાની દુનિયામાં રચ્યા પચ્યા રહેશો. નાણાં અચાનક આપની પાસે આવશે પણ ટકશે નહીં. કોઈ અન્ય વ્યક્તિની બાબતમાં પડવાનું આજે ટાળવું. જીવનસાથી આજે આપના માટે ઈશ્વર સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *