(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
– મેષ (અ,લ,ઈ) –
આજે કોઈપણ કાર્યમાં ઉતાવળ રાખવી નહીં. આજે વિચારોમાં ફટાફટ પરિવર્તન આવે. પ્રોપર્ટીને લગતી લેવડ દેવડ આજે સંપન્ન થાય. ઘરમાં કોઈ સકારાત્મક પરિવર્તન લાવી શકો છો. જીવનસાથીનો સાથ સહકાર મળે.
– વૃષભ (બ,વ,ઉ) –
આજે આપનું વ્યક્તિત્વ અત્તરની માફક મહેંકશે. આજે ધનની બચત કરવા અંગેના વિચારો મન પર છવાયેલા રહે. કોઈ કુટેવ બાબતે પરિવારજનો કે જીવનસાથી સાથે રકઝક સંભવ છે. ઘરે મહેમાનો પધારી શકે છે.
– મિથુન (ક,છ,ધ) –
આજે સ્વાસ્થ્ય અંગે અધિક ચિંતા કરવાનું ટાળવું જરૂરી. આ રાશિના ટેક્સ ચોરી કરતાં જાતકો કોઈ મુસીબતમાં ફસાઈ શકે છે. મગજ પર ગુસ્સો છવાયેલો રહી શકે છે. ક્યાંક બહાર જવાની યોજના અચાનક રદ કરવી પડે.
– કર્ક (ડ,હ) –
આજે દરેક નિર્ણય ખૂબ ગંભીરતા અને સ્પષ્ટ વિચારધારા સાથે લેવા જરૂરી. આર્થિક સમસ્યાઓનો નિકાલ પ્રાપ્ત થાય. કામ કાજ ઉર્જા સાથે કરી શકશો. પાડોશીની દખલને કારણે પરિવારમાં કલહની શક્યતા.
– સિંહ (મ,ટ) –
આજે મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે વાત કરતી વખતે આત્મવિશ્વાસ કેળવવો જરૂરી. આજે અચાનક નાણાંની જરૂરીયાત ઉભી થઈ શકે છે. આજે જીવનસાથી સાથે ખૂબ જ રોમાંચક દિવસ પસાર થાય.
– કન્યા (પ,ઠ,ણ) –
આજે મગજ પર નકારાત્મક વિચારો છવાયેલા રહેશે. ઈશ્વરનું નામ સ્મરણ કરવાથી શાંતિ પ્રાપ્ત થાય. બાળકોના કાર્યથી ગર્વ અનુભવશો. આજે ગુસ્સો કરવાને કારણે આપનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
– તુલા (ર,ત) –
આજે નકામી ચિંતાઓ મન પર છવાયેલી રહી શકે છે. આજે આખો દિવસ નાણાંની સમસ્યા અનુભવશો, સાંજે છુટકારો પ્રાપ્ત થાય. આજે નજીકના વ્યક્તિઓ આપની સમસ્યાને સમજશે નહીં. કોઈ ખાસ વ્યક્તિને મળશો.
– વૃશ્ચિક (ન,ય) –
આજે સ્વાસ્થ્ય અંગેની ચિંતામાં ખોટી દવા લઈ લેવાથી હેરાન થવું પડી શકે છે. આજે રિયલ એસ્ટેટમાં નાણાં રોકી શકો છો. મનોરંજનને લગતી કોઈ પરિયોજનામાં નાણાં લગાડી શકો છો. જીવનસાથી થોડી ખિન્ન રહે.
– ધન (ભ,ફ,ઢ,ધ) –
આજે નાણાંને લગતો કોઈ મામલો કોર્ટ કચેરીમાં ફસાયેલો હશે તો એમાં આપને વિજય પ્રાપ્ત થાય. પારિવારીક સમારોહમાં નવા મિત્ર બની શકે છે. આજે કાર્યમાં આપની ઇચ્છા મુજબનું પરિણામ નહીં આવે.
– મકર (ખ,જ) –
આજે આપ પૂરતો આરામ કરી શકશો. ભવિષ્ય અંગેની યોજનાઓ મન પર છવાયેલી રહેશે. પરિવારજનો સાથે રકઝક થાય તેવી શક્યતા છે. પ્રેમમાં નિરાશા સાંપડશે. જીવનસાથી કોઈ જૂની બાબતે ઝગડો કરી શકે છે.
– કુંભ (ગ,શ,ષ,સ) –
આજે સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. આજે સામાજીક સમારોહમાં પ્રભાવશાલી વ્યક્તિઓ સાથે મુલાકાત થાય તેવી શક્યતા. આજે ટીવી કે મોબાઈલમાં આપ કિંમતી સમય બરબાદ કરી શકો છો. જીવનસાથી પ્રેમાળ રહેશે.
– મીન (દ,ચ,ઝ,થ) –
આજે આપમાં વિશ્વાસની અધૂરપ જોવા મળી શકે છે. માતા – પિતા આર્થિક તંગીમાંથી બહાર કાઢશે. કામકાજના ક્ષેત્રે આપે સ્નેહથી વર્તવું જરૂરી. આજે આપની મનઃસ્થિતિ જીવનસાથી કળી જશે.