(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
– મેષ (અ,લ,ઈ) –
આજે આપનો આકર્ષક વર્તાવ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. રોકાણ કરવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી. આજે કોઈ વ્યક્તિને લાંબા સમય બાદ મળવાનું થાય. જીવનસાથીને કારણે પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે.
– વૃષભ (બ,વ,ઉ) –
આજે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. આજે આપના ઉદાર સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી શકે તેવી શક્યતા. ભાગીદારી સાથે વાતચિતમાં ધ્યાન રાખવું જરૂરી. જીવનસાથી સાથે સાંજનો સમય ઉત્તમ રીતે પસાર થઈ શકે.
– મિથુન (ક,છ,ધ) –
આજનો દિવસ અતિ વ્યસ્ત રહે તેવી શક્યતા છે. નાણાંના આગમનથી આર્થિક સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. આજે પોતાની મરજીના કામ કરવા માટે સમય કાઢી શકો છો. જીવનસાથી સાથે આનંદ રહેશે.
– કર્ક (ડ,હ) –
આજે લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂરા થાય અથવા અટકેલા નાણાં પરત મળી શકે છે. પરિવારજનો સાથે અધિક સમય વ્યતિત કરી શકો છો. જીવનસાથી તરફથી કોઈ ભેટ પ્રાપ્ત થઈ શકે છે.
– સિંહ (મ,ટ) –
આજે આશાવાદી બનવાથી લાભ પ્રાપ્ત થાય. માતા – પિતા આપના પર પૂરો વિશ્વાસ રાખશે. સહકર્મીઓનો સાથ સહકાર પ્રાપ્ત થાય તેવી શક્યતા. જીવનસાથી સાથે મનોરંજક સમય વિતે તેવી શક્યતા છે.
– કન્યા (પ,ઠ,ણ) –
આજે ખાન – પાનમાં ખાસ ધ્યાન રાખવું. ખર્ચાઓ પર આજે ખાસ નિયંત્રણ રાખવું જોઈએ. આજે આપ કોઈક બાબતે ખોટા સાબિત થઈ શકો છો. જીવનસાથી સાથે કંકાસ થવાની શક્યતા છે.
– તુલા (ર,ત) –
આજે આપ ઉગ્રતાભર્યું વર્તન કરી શકો છો. રચનાત્મક કાર્યોમાં સમય વિતાવશો તો રાહત પ્રાપ્ત થાય. વડીલો તરફથી ઠપકો પ્રાપ્ત થાય તેવી શક્યતા. જીવનસાથીનું મહત્વ આજે આપને સમજાશે.
– વૃશ્ચિક (ન,ય) –
આજે આપે કોઈને પણ મોટી નાણાંકીય સહાયતા કરવાનું ટાળું જરૂરી. આજે મિત્રો તરફથી મદદ પ્રાપ્ત થવાની શક્યતા. વેપાર – ધંધામાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે ચકમક ઝરી શકે તેવી શક્યતા.
– ધન (ભ,ફ,ઢ,ધ) –
આજે ખાન – પાનમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી. નાણાંકિય સ્થિતિ સારી રહેશે. કોઈ અંગત વ્યક્તિને ઘણાં સમય બાદ મળો તેવી શક્યતા. જીવનસાથી સાથે આજે દિલથી વાતચીત કરો તેવી શક્યતા છે.
– મકર (ખ,જ) –
આજે અંગત મિત્રો સાથે સમય વિતાવીને શાંતિ પ્રાપ્ત કરી શકો છો. આજે કોઈ મિત્ર ઉધાર માંગે તેવી શક્યતા છે. આજે સ્વજનોને કારણે નારાજ થઈ શકો છો. જીવનસાથીનો નવો જ અભિગમ જોવા મળી શકે છે.
– કુંભ (ગ,શ,ષ,સ) –
આજે કોઈ આધ્યાત્મિક વ્યક્તિના આર્શિવાદથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. કોઈ અંગત વ્યક્તિ સાથે મતભેદ થવાથી ઝગડો થઈ શકે છે. જીવનસાથીની મરજી પ્રમાણે આજે વર્તવું પડે તેવી પૂરી શક્યતા છે.
– મીન (દ,ચ,ઝ,થ) –
આજનો દિવસ આપના માટે ભાગદોડ ભર્યો રહેશે. પરિવારજનો સાથે સારો એવો સમય વિતાવી શકો છો. આર્થિક હાનીની શક્યતા જણાય છે. વડીલો નારાજ થઈ શકે છે. જીવનસાથી નારાજ થઈ શકે છે.