• માથાભારે બિલ્ડર દ્વારા ભાજપના નેતાઓ  અધિકારીઓ સાથે મિલીભગત કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો – વિપક્ષી નેતા અમી રાવત
  • માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. (અગોરા) દ્વારા સરકારી જમીન પર કરાયેલા દબાણ અંગે તાત્કાલિક પગલાં ભરવા વિપક્ષી નેતાની માગણી

FunRang. સમા વિસ્તારમાં માનવ ઇન્ફાસ્ટ્રક્ચર દ્વારા બાંધવામાં આવેલા અગોરા અંગે છેલ્લાં ઘણાં વર્ષોથી વિવાદ સર્જાયેલો છે. અગોરાના બિલ્ડર દ્વારા વિશ્વામિત્રી નદીમાં દબાણો કરાયા હોવાના અનેક આક્ષેપો છતાં તેમની સામે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. અગોરાના બિલ્ડર સામે બાંયો ચડાવનાર કોંગ્રેસી અગ્રણી નરેન્દ્ર રાવત અને હાલ કોર્પોરેશનના વિપક્ષી નેતા અમી રાવતે આ મામલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખી, આ મામલે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે.

(ગેરકાયદે દિવાલ બાંધવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ફાઈલ તસવીરો)

અમી રાવતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને લખેલાં પત્રમાં જણાવાયું છે કે, છેલ્લાં 6 વર્ષથી અગોરાના માથાભારે બિલ્ડર દ્વારા ભાજપના નેતાઓ અને અધિકારીઓની મિલીભગત કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સંજય નગરની મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિશ્વામિત્રી નદીની કોતરની સરકારી જમીનમાં, લાખો ટન માટી ગેરકાયદે ખોદી પુરાણ કરીને દબાણ કરીને દીવાલ બાંધવામાં આવી છે. બિલ્ડરે સરકારી જમીનમાં લગભગ 1 લાખ સ્ક્રે. ફૂટની જમીનનો કબજો કરી, 100 કરોડની રેવન્યૂ ચોરી કરી છે.

વધુમાં જણાવાયું છે કે, આવાસ યોજનામાં MAY  ટેન્ડરની જમીન 39685 ચો.મીટર (4 લાખ 31 હજાર સ્કવે.ફૂટ)ની જગ્યાએ 44010 ચો.મી. (4 લાખ 78 હજાર ચોફૂટ) એટલે 47 હજાર ચો.ફૂટ વધારેનો ગેરકાયદેસર દસ્તાવેજ કર્યો છે. જેની રેવેન્યુની કીમત એ જમીનની FSI સાથે ગણીએ તો 1.5 લાખ ચો.ફૂટ  જમીન અને તેનો બજાર ભાવ સાથે 150 કરોડનો ગેકાયદેસર દસ્તાવેજ કર્યો છે. અને સરકારી જમીનમાં ભવ્ય, આલીશાન બંગલો અને ગેસ્ટહાઉસ બનાવ્યું છે.

પત્રમાં જણાવાયું છે કે, માનવ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રા. લિ. દ્વારા સર્વે નંબર સ.નંબર ૩૯/૨ની દક્ષીણે લાગુ વિશ્વામિત્રી નદીમાં કે નદીની કોતરની સરકારી જમીનમાં ગુજરાત સરકાર, વડોદરા કલેક્ટર કે વડોદરા મહાનગર પાલિકાની પરમિશન વિના ગેરકાયદે બાંધકામ કરાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, માનવ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રા. લિ. દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામ અને ભ્રષ્ચાચાર અંગેના દસ્તાવેજી પુરાવાઓ પણ પત્ર સાથે રજૂ કરાયા છે.

#Funrangnews #Vadodara #Agora

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *