- 7 વર્ષથી એક જ સ્થળે રહેતાં વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરીકતા પત્ર અપાય છે.
- 18 પાકિસ્તાની હિન્દુઓને સ્વિકૃતિ પત્ર એનાયત કરાયા.
Ahmedabad. છેલ્લાં 7 વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલાં 31 પાકિસ્તાની હિન્દુઓને અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આજરોજ બંધારણીય જોગવાઈ અનુસાર ભારતીય નાગરીકતા પત્ર એનાયત કર્યા હતાં. તેમજ 18 પાકિસ્તાની હિન્દુઓની નાગરીકતા માટેનું અરજીપત્રક સ્વિકારવાને સ્વિકૃતિ પત્ર એનાયત કરાયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા 2016થી અત્યાર સુધીમાં 800 વ્યક્તિઓને ભારતીય નાગરીકતા એનાયત કરાઈ છે. ભારતીય નાગરીકતા પત્ર પ્રાપ્ત થયાં 32 લોકોના મુખ પર આનંદ છવાઈ ગયો હતો.
વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અ પાકિસ્તાનમાં લઘુમતી ધરાવતાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરીકતા અધિનિયમ અંતર્ગત ભારતીય નાગરીકતા આપવામાં આવે છે.
રાજ્ય અને કેન્દ્રની આઈ. બી. ટીમ દ્વારા પૂરતી ચકાસણી કરાયા બાદ ઉપરોક્ત દેશોના લઘુમતી વ્યક્તિઓને સ્વિકૃતિ પત્ર એનાયત કરવામાં આવે છે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અંતિમ નાગરીકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. આજરોજ 32 પાકિસ્તાની હિન્દુ નાગરીકોને ભારતીય નાગરીકતા પત્ર એનાયત કરવા સાથે, 18 પાકિસ્તાની હિન્દુઓને સ્વિકૃતિ પત્ર એનાયત કરાયા છે. અને આગામી દિવસોમાં પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓને પણ ભારતીય નાગરીકતા પત્ર એનાયત કરાશે.
News source – www.divyabhaskar.co.in
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.