- અમરેલીના રાજુલા સ્થિત ભેરાઈ ગામેથી ઝડપાયેલો શિવા આહીર સમાજમાં સંઘર્ષ થાય તેવા પોસ્ટ ફેસબુકમાં કરતો હતો.
અમદાવાદ. કુન્નુર ખાતે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં CDS જનરલ બિપીન રાવતના મૃત્યુ અંગે રાજુલાના ભેરાઈ ગામના શખ્સે ફેસબુક પર અભદ્ર પોસ્ટ કરી હતી. આ શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરેલીથી ઝડપી પાડ્યો હતો.
બુધવારના રોજ તામીલનાડુના કુન્નુર ખાતે MI-17V5 હેલિકોપ્ટર ક્રેઝ થયું હતું. આ દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત સહિત 13 લોકોના દુઃખદ નિધન થયા હતાં. CDS બિપીન રાવતના નિધન બાબતે અમરેલીના રાજુલાના ભેરાઈ ગામના શિવા આહીરે ફેસબુક પર અભદ્ર પોસ્ટ કરી હતી. આ અંગે જાણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી ગઈ હતી.
તાબડતોબ અમરેલી પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભેરાઈથી શિવા આહીરને ઝડપી પાડ્યો હતો. તેને અમરેલીથી લાવીને અમદાવાદ ખાતે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમના ડીસીપી અમિત વસાવાએ કહ્યું હતું કે, શિવા આહીર માત્ર CDS બિપીન રાવતના નિધન મામલે જ નહીં, પરંતુ સમાજમાં ઘર્ષણ ઉત્પન્ન થાય તેવી પોસ્ટ પણ કરતો હતો.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg