•  ➡ અમદાવાદના બાળવાનાં પ્રજ્ઞાચક્ષુ દંપત્તિએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી.
  •  ➡ પ્રજ્ઞાચક્ષુ મહિલા રાશનની કીટ લેવા અમદાવાદ અંધજન મંડળ ગઈ હતી.
  •  ➡ આરોપીએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં પ્રજ્ઞાચક્ષુ મહિલાએ બૂમાબૂમ કરી દીધી.
  •  ➡ પ્રજ્ઞાચક્ષુ મહિલાએ બૂમરાણ મચાવતાં નાસી છૂટેલો આરોપી રાશનની કીટ લઈ ગયો.
  •  ➡ પ્રજ્ઞાચક્ષુ મહિલાએ આરોપીને જોયો ના હોવાથી પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી.

FunRang News. હિંમતનું હથિયારથી ગમે તે વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં અડખમ ઉભો રહી શકે છે. અમદાવાદના બાળવાની પ્રજ્ઞાચક્ષુ મહિલા અને તેના પ્રજ્ઞાચક્ષુ પતિએ હિંમત દાખવીને પોલીસ ફરિયાદ કરતાં, હેવાન ઝડપાયો છે. નાની બાળકીઓ – યુવતીઓ પર નજર બગાડતાં હેવાનોના કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાની સાથે દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો છે.

બાળવામાં રહેતાં પ્રજ્ઞાચક્ષુ દંપત્તિ પૈકી મહિલા તાજેતરમાં અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે રાશનની કિટ લેવા માટે પહોંચી હતી. રાશનની કીટ લીધા બાદ સાંજના સમયે તે શટલ રીક્ષામાં ઘરે પરત ફરી રહી હતી. દરમિયાનમાં સરખેજ સર્કલ પાસે એક શખ્સ રીક્ષામાં સવાર થયો હતો અને પ્રજ્ઞાચક્ષુ મહિલાની બાજુમાં બેસતાં જ એણે કહ્યું કે, હું બાળવાનો જ છું, તમને ઘરે મુકી જઈશ.

શખ્સની વાત સાંભળીને પ્રજ્ઞાચક્ષુ મહિલાએ રાહતની લાગણી અનુભવી હતી. થોડાક આગળ ગયા બાદ હેવાને રીક્ષાચાલકને રીક્ષા ઉભી રાખવા કહ્યું. બાળવા હજી આવ્યું નથી એમ રીક્ષાચાલકે કહેતાં, હેવાન ગુસ્સે થઈ ગયો હતો. જેને પગલે રીક્ષાચાલકે બંનેને રીક્ષામાંથી ઉતારી નાંખ્યા હતાં.

રીક્ષામાંથી ઉતર્યા બાદ હેવાને પ્રજ્ઞાચક્ષુ મહિલાનો હાથ પકડ્યો અને બંને ચાલવા માંડ્યા હતાં. થોડાક આગળ ગયા બાદ હેવાન શખ્સે પોત પ્રકાશ્યું અને પ્રજ્ઞાચક્ષુ મહિલાને ખરાબ સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. તેમજ બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો. જોકે, પ્રજ્ઞાચક્ષુ મહિલાએ બૂમરાણ મચાવતાં એ હેવાન રાશનની કીટ લઈને નાસી છૂટ્યો હતો.

ઘરે પહોંચીને પ્રજ્ઞાચક્ષુ મહિલાએ સમગ્ર ઘટના અંગે પ્રજ્ઞાચક્ષુ પતિને જાણ કરી હતી. પતિએ હિંમત આપતાં તેઓ બીજા દિવસે પોલીસ મથકે ફરિયાદ આપવાં ગયા હતાં. જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને મળીને પ્રજ્ઞાચક્ષુ દંપત્તિએ સમગ્ર બીના જણાવી, હેવાનને ઝડપી પાડવા વિનંતી કરી હતી.

એસ.પી. વિરેન્દ્રસિંહ યાદવ તથા ચાંગોદર પી.આઈ. મંડોરા સહિતની જિલ્લા પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી. મહિલા પ્રજ્ઞાચક્ષુ હોવાથી તેણે આરોપીને જોયો નહોતો. તેથી પોલીસે સરખેજથી બાળવા સુધીના સીસીટીવી ફંફોસ્યા હતાં. તેમજ અનેક રીક્ષાચાલકોની પુછપરછ કરીને પ્રજ્ઞાચક્ષુ મહિલાને બેસાડનાર રીક્ષાચાલકને શોધી કાઢ્યો હતો.

રીક્ષાચાલકે કરેલા વર્ણને આધારે પોલીસે હેવાન શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ મહિલાએ અવાજ પરથી એ શખ્સને ઓળખી કાઢ્યો હતો. તેમજ હેવાને પણ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસની ટીમે, પ્રજ્ઞાચક્ષુ દંપત્તિની હિંમતને બિરદાવી હતી. હિંમત દાખવીને તેઓ ફરિયાદ કરવા આગળ આવ્યા તો જ, આરોપી ઝડપાયો. એવાં ઘણાં કિસ્સાઓ બનતાં હોય છે જેમાં લોકો આગળ આવતાં ગભરાતાં હોય છે.

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *