• બપોરના સમયે રસ્તામાં આંતરી જેઠે કહ્યું ‘મારા ભાઈની સાથે ના રહેવું હોય તો મારી સાથે આવી જા’
  • ઉશ્કેરાઈ ગયેલી પરિણીતાએ જેઠને તમાચા ચોડી દીધા.
  • પતિ – નણંદ અને જેઠના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી.
  • અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની પરિણીતાએ પતિ – નણંદ અને જેઠ સામે નોંધાવી ફરિયાદ.

FunRang News. જમાનો ભલે બદલાઈ ગયો હોય પણ દહેજનું દૂષણ આજેય અનેક પરિણીતાઓનું જીવન વખ જેવું કરી રહ્યું છે. છાશવારે દહેજના દૂષણના કિસ્સાઓ સામે આવતાં હોય છે. અમદાવાદના અમરાઈવાડીની પરિણીતાએ દહેજ માટે ત્રાસ આપતાં પતિ – નણંદ અને જેઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમરાઈવાડી વિસ્તારના ભાવેશ નામના યુવક સાથે 7 વર્ષ પહેલાં લગ્ન કરનાર પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, લગ્નના શરૂઆતના છ મહિના સુખેથી વિત્યા બાદ. પતિ – જેઠ મુકેશ અને નણંદ દ્વારા પિયરમાંથી નાણાં લઈ આવવા દબાણ કરી ત્રાસ ગુજારવાનું શરૂ કરાયું હતું. જોકે, સાંસારીક જીવન ટકાવી રાખવા માટે પરિણીતાએ ઘણાં સમય સુધી બધું સહન કરી લીધું હતું.

જોકે, રોજે રોજ નાની નાની વાતે થતાં કંકાસથી ત્રાસી ગયેલી પરિણીતા તાજેતરમાં પિયર રહેવા જતી રહી હતી. પિયરમાં રહેવા ગયેલી પરિણીતા જો નાણાં અને દાગીના લઈને આવવાની હોય તો જ તેને લેવા આવીશું એવી ચીમકી સાસરીયાંઓએ આપી હતી. જેથી પરિણીતા પિયરમાં જ રહેતી હતી.

દરમિયાનમાં ગઈકાલે બપોરે પરિણીતા દૂધ લેવા માટે નિકળી હતી ત્યારે જેઠ મુકેશે તેને રસ્તામાં રોકી હતી. મુકેશે તેને જણાવ્યું કે, મકાન બાંધવા માટે પિયરમાંથી નાણાં લાવ. મારે તાત્કાલિક રૂ. 10 હજારની જરૂર છે એની વ્યવસ્થા કરી આપ. વાતચિત દરમિયાન એક તબક્કે જેઠે પરિણીતા પર દાનત બગાડી કહ્યું કે, ‘મારા ભાઈની સાથે ના રહેવું હોય તો મારી સાથે આવી જા’

જેઠના મોંઢેથી ઉપરોક્ત વાત સાંભળતાં જ ઉશ્કેરાઈ ગયેલી પરિણીતાએ તેને તમાચા ચોડી દીધા હતાં. જેથી જેઠ ત્યાંથી રવાના થઈ ગયો હતો. જોકે, સાસરીયાના ત્રાસને પગલે પરિણીતાએ ઉંદર મારવાની દવા ગટગટાવી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ઉલ્ટી થવાને કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર થયા બાદ સ્વસ્થ થયેલી પરિણીતાએ આજરોજ પતિ – જેઠ અને નણંદ સામે અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *