- મહાનગર સેવાસદનના પ્રયાસો છતાં 6 લાખથી વધુ લોકો બીજો ડોઝ નથી લેતાં.
- સેવાસદન તંત્ર દ્વારા પોલીસને આપવામાં આવી મોબાઈલ ફોન સહિતની યાદી.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ | ‘હવે સમય કાઢીને જલ્દી વેક્સિનનો બીજો ડોઝ લઈ લેજો. નહીંતર…’ એવો પોલીસનો ફોન હવે અમદાવાદના છ લાખથી વધુ લોકોને આવી શકે છે. રસીનો બીજો ડોઝ લેવામાં ઠાગાઠૈયા કરનાર લોકોના મોબાઈલ નંબર સહિતની યાદી એ.એમ.સી. દ્વારા પોલીસ વિભાગને સુપરત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં જે રીતે કોરોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે એ જોતાં ત્રીજી લહેરની આશંકા પ્રબળ બની રહી છે. એમાંય અમદાવાદમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે છતાં ઘણાં લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવાની તસ્દી લેતાં નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન કરીને જણાવવામાં આવતું હોવા છતાં છ લાખથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો બીજી ડોઝ લીધો નથી. જેને પગલે આખરે બીજો ડોઝ લેવડાવવાની જવાબદારી પોલીસ તંત્રને સોંપવામાં આવી છે.
અમદાવાદ પોલીસ માટે કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત હાલ વાઈબ્રન્ટ સમિટના વીવીઆઈપી બંદોબસ્તની કામગીરી છે ત્યારે આ એક વધુ કામનું ભારણ તેમને સોંપવામાં આવ્યું છે. જેને પગલે, પોલીસ કર્મચારીએ બીજો ડોઝ લેવાનો બાકી હોય એવાં લોકોને ફોન કરવાનો રહેશે.
આવા સંજોગોમાં પોલીસ મથકથી ફોન આવતાં પહેલાં જ આ છ લાખથી વધુ અમદાવાદીઓ જાતે રસી મુકાવવા પહોંચી જાય એ જરૂરી છે. બાકી, પોલીસ એની સ્ટાઈલમાં રસી મુકાવી શકે છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
🙂 (FunRang Joke) 😀
ટાઈગરઃ યાર પકડું, મને એકવાત નથી સમજાતી,
પકડુઃ કઈ વાત?
ટાઈગરઃ દરેક નોટ પર ગાંધીજીનો ચહેરો હસતો કેમ હોય છે?
પકડુઃ સિમ્પલ છે યાર, ગાંધીજી રડે તો નોટ પલળી જાય.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz