• 24 વર્ષિય વિજયે પોલીસ હોવાનો રોફ ઝાડી, કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપી જ્યોતિષીઓ પાસેથી નાણાં ખંખેર્યા.
  • વિજયના એક સંબંધીને જ્યોતિષીનો કડવો અનુભવ થયો, જેને પગલે જ્યોતિષીઓને છેતરવાનું શરૂ કર્યું હતું.
  • અમદાવાદ, સુરત, બારડોલી, વલસાડ સહિત રાજ્યભરમાં 50થી વધુ જ્યોતિષીઓનાં નાણાં પડાવનાર વિજય વાઘેલાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

[Funrang Founder / Editor – Mr.  Mehulkumar Vyas – 9978918796]

સુરત જ્યોતિષી પાસે લોકો કુંડળી બતાવવાં જતાં હોય છે, જોકે, સુરતના એક ભેજાબાજે જ્યોતિષીઓની ‘કરમકુંડળી’ અંગે ધાકધમકી આપીને 50થી વધુ જ્યોતિષીઓ પાસેથી નાણાં ખંખેર્યા હોવાની વિગતો સામે આવી છે. જોકે, જ્યોતિષીઓને ધાકધમકી આપી નાણાં પડાવતાં સુરતના કતારગામના ભેજાબાજની ‘કરમકુંડળી’ સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવી ચડતાં એને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુરતના કતારગામની ચામુંડા સોસાયટીમાં રહેતો 24 વર્ષિય વિજય ઉર્ફે વિક્રમ ધારશી વાઘેલા કેરી વેચવાનો ધંધો કરે છે. અગાઉ તે ઇન્ટરનેટ ટેક્નિશિયન તરીકે નોકરી કરતો હતો, તે સમયે કતારગામ પોલીસ મથકમાં અવર જવર દરમિયાન તેની પોલીસ કર્મીઓ સાથે ઓળખાણ થઈ હતી.

વિજય વાઘેલાના એક સંબંધી કોઈ જ્યોતિષી પાસે વિધી કરાવવા માટે ગયા હતાં. એ જ્યોતિષીએ રૂપિયા લઈ લીધા હતાં પરંતુ, સંબંધીનું કામ થયું નહોતું. સંબંધીને જ્યોતિષીનો કડવો અનુભવ થયો હોવાનું જાણ થતાં વિજયે આશરે છ મહિના પહેલાં જ્યોતિષીઓને ઠગવાનું શરૂ કર્યું હતું.

ન્યૂઝપેપર કે અન્ય રીતે જ્યોતિષની જાહેરાત જોઈને વિજય તેઓને ટાર્ગેટ કરતો હતો. જાહેરાતમાંથી ફોન નંબર મેળવીને વિજય જ્યોતિષીને ફોન કરી, પોતાની ઓળખ પોલીસ કર્મી તરીકે આપતો અને ‘તમારી સામે મહિલાએ અરજી કરી છે, કેસ દાખલ કરવો પડશે. પતાવટ કરવી હોય તો નાણાં આપવા પડશે’ એવી વાતો કરતો હતો.

પોલીસ કર્મીનો ફોન સમજીને ગભરાઈ ગયેલા જ્યોતિષી મામલો રફેદફે કરવા માટે વિજયના નાણાં આપી દેતાં હતાં. અને મોટેભાગે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરતાં નહોતાં. વિજયે કતારગામ પોલીસ કર્મીઓના નામે રાંદેરના જ્યોતિષી પાસેથી રૂ. 20 હજાર અને બારડોલીના એક જ્યોતિષી પાસેથી રૂ. 9 હજાર રૂપિયા પડાવ્યા હતાં.

કતારગામના એક જ્યોતિષીને ધાકધમકી આપી પતાવટ કરવા માટે વિજયે બોલાવ્યો હતો. જોકે, જ્યોતિષીને શંકા જતાં તે પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યોતિષીની કિફાયતને આધારે ક્રાઈમ બ્રાન્ચે ભેજાબાજ વિજયને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. અને કતારગામની લલીતા ચોકડી પાસે જ્યોતિષી પાસેથી નાણાં પડાવવા આવેલો વિજય વાઘેલા ઝડપાઈ ગયો હતો.

લગભગ છ માસમાં વિજય વાઘેલાએ સુરત, વલસાડ, બારડોલી, અમદાવાદ સહિત રાજ્યભરના 50થી વધુ જ્યોતિષીઓ સાથે બોગસ પોલીસ બનીને છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે. તેના મોબાઈલ ફોનમાં DCP, ACP, PI અને PSI સહિતના 10 જેટલાં પોલીસવાળાઓના મોબાઈલ નંબર મળી આવ્યા હતાં. તેમજ વોટ્સઅપના ડીપીમાં આઈપીએસ અધિકારીઓનો ગૃપ ફોટો મુકેલો જોવા મળ્યો હતો.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *