- રાહુલ ગાંધીએ દ્વારકાધીશ સામે માથું નમાવ્યાના બીજા જ દિવસે બે હજારથી વધુ કોંગ્રેસીઓ કેસરીયાના શરણે.
- ગઈકાલે રાહુલ ગાંધીએ ભાજપમાં જનારા કોંગ્રેસીઓને કૌરવ ગણાવ્યા હતાં.
[Mehulkumar Vyas – 9978918796]
અમદાવાદ । ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો કેસરીયો ધારણ કરવાની કૉંગ્રેસીઓમાં હોડ જામી હોય એમ લાગે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્મા આજે બે હજારથી વધુ કાર્યકરો સાથે કમલમ્ પહોંચી ભાજપા પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત પધારેલાં કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ગઈકાલે દ્વારકાધીશ સમક્ષ માથું નમાવ્યું હતું. અને આજે બીજા જ દિવસે બે હજારથી વધુ કૉંગ્રેસીઓ કેસરીયાના શરણે પહોંચ્યા હતાં.
તાજેતરમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દેનાર દિનેશ શર્માએ આજે ભાટ પાસે આવેલા નારાયણી ફાર્મથી ભવ્ય રોડ શૉ યોજ્યો હતો. 100થી વધુ કાર્સ અને 500 જેટલી બાઈક્સ પર બે હજારથી વધુ કાર્યકર્તાઓ સાથે દિનેશ શર્મા કમલમ પહોંચ્યા હતાં. નારાયણી ફાર્મથી કોબા સુધી પગપાળા આવ્યા બાદ રોડ શૉ કરવામાં આવ્યો હતો. જેને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો.
કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે દિશેન શર્મા ઉપરાંત સાબરકાંઠાના પૂર્વ મહામંત્રી નારણ પટેલ, અમદાવાદના બાપુનગર, સરસપુર અને રખિયાલ વોર્ડ કૉંગ્રેસ નેતાઓ સહિતના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો હતો.
પ્રસંગે સી. આર. પાટીલે કહ્યું હતું કે, આજે દિનેશભાઈ સાથે બે હજારથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ગઈકાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે જાય તેને જવા દો અને ભાજપમાં જનારાઓને કૌરવો ગણાવ્યા હતાં. રાહુલ ગાંધીને નેતાઓ અને આગેવાનોને વિશ્વાસ નથી. 25 કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે એમ લાગે છે કે કાર્યકર્તાઓની પણ અછત છે.
દિનેશ શર્માએ કહ્યું હતું કે, ભાજપમાં જોડાવાનો મને આનંદ અને ગર્વ છે. આ પાર્ટી જે અશક્ય છે એ શક્ય કરી શકે છે. દેશમાં રામ મંદિર, સમાન અધિકાર અને 370 કલમ હટાવે એ બધુ કરી બતાવ્યું છે. ભાજપ સિસ્ટમથી ચાલે છે. કૉંગ્રેસમાં સિસ્ટમ જ નથી. કૉંગ્રેસ પાર્ટીમાં કેટલાક નેતાઓ અને મળતીયાઓ જે એસીમાં બેસી કામ કરે છે એમના હિતમાં જ નિર્ણય લેવાય છે.
શર્માએ ઉમેર્યું હતું કે, કૉંગ્રેસમાં નિશ્ચિત લોકો માટે જ નિર્ણય લેવાયા છે. કૉંગ્રેસ પાર્ટીમાં રહી સમય વેડફવો યોગ્ય નથી. પ્રજાહિતના કામ માટે હું ભાજપામાં જોડાયો છું. મારા સાથી કાઉન્સિલરોને ભાજપમાં જોડવા અંગે સમય આવ્યે જણાવીશ.
(આજનો Funrang જોક)
ટાઈગર – આપણે રાત્રે જતાં હોઈએ અને રસ્તામાં કૂતરું ભસે તો કેવી રીતે ખબર પડે કે એ કુતરો છે કે કુતરી?
પકડું – બહુ સિમ્પલ છે… પગ રસ્તા પર ઘસેડવાના… જો એ દોડે તો કૂતરો અને દોડી તો કૂતરી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz