• અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલા હિન્દ પ્રોવિઝન સ્ટોર્સને કન્ઝ્યુમર કોર્ટે ફટકાર્યો દંડ.
  • સ્ટોર્સ સંચાલકે કન્ઝ્યુમર કોર્ટના સિનિયર વકીલ હેમકલાબહેન પાસેથી જ MRP કરતાં વધુ 30 રૂપિયા પડાવ્યા હતાં!

[Mehulkumar Vyas – 9978918796]

અમદાવાદ પાંચ વર્ષ અગાઉ ગ્રાહક પાસે MRP કરતાં 30 રૂપિયા વધારે પડાવી લેનાર હિન્દ પ્રોવિઝન સ્ટોરના સંચાલકને કન્ઝ્યુમર કોર્ટે રૂ. 2510 ગ્રાહકને ચુકવી દેવા આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રોવિઝન સ્ટોર સંચાલક દ્વારા હેરાન કરાયેલા ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટના સિનિયર વકીલ છે.

જગતપુર વિસ્તારમાં રહેતાં કન્ઝ્યુમર કોર્ટના સિનિયર વકીલ હેમકલાબહેન પાંચ વર્ષ અગાઉ તેમના વિસ્તારમાં આવેલા હિન્દ પ્રોવિઝન સ્ટોરમાં કરીયાણું ખરીદવા ગયા હતાં. તે વખતે અજમાના પેકેટ પર લખેલી MRP કરતાં રૂ. 30 વધુ દુકાનદાર દ્વારા પડાવી લેવામાં આવ્યા હતાં.

ઘરે પહોંચ્યા બાદ વિવિધ ચીજવસ્તુઓની બીલ સાથે સરખામણી કરતાં હેમકલાબહેનને જાણવા મળ્યું કે, દુકાનદારે રૂ. 30 વધારે પડાવી લીધા છે. તેથી તેઓ દુકાનદારને રજૂઆત કરવા ગયા હતાં. જોકે, દુકાનદારે યોગ્ય જવાબ આપ્યો નહીં. જેને પગલે દુકાનદારને પાઠ ભણાવવાના આશયથી તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં દાવો માંડ્યો હતો.

પાંચ વર્ષ સુધી ચાલેલાં કેસમાં આખરે કન્ઝ્યુમર કોર્ટે હેમકલાબહેનની તરફેણમાં ચુકાદો આપતાં આદેશ કર્યો હતો કે, રૂ. 1000 કાયદાકીય ખર્ચ, રૂ. 1500 માનસિક ત્રાસ, MRP કરતાં વધુ લેવાયેલા રૂ. 30 અને એ રકમનું પાંચ વર્ષે થયેલું રૂ. 10 વ્યાજ ચુકવવું.

એકંદરે, ગ્રાહકને ઓળખવામાં થાપ ખાનાર દુકાનદારને પાંચ વર્ષે 2510 રૂપિયાની ચોંટી હતી. પોતાના વિસ્તારના વકીલ અને એ પણ કન્ઝ્યુમર કોર્ટના સિનિયર વકીલને પાંચ વર્ષ પહેલાં જ ઓળખી લીધા હોત તો, દુકાનદારનો માત્ર રૂ. 30માં છુટકારો થયો હોત.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર, પેટ્રોલના ભાવ 150 રૂપિયે લિટર પહોંચશે તો, તું શું કરીશ?

ટાઈગર – હું બાઈકમાં સાઈકલના પેન્ડલ નખાવી દઈશ… થોડું પેટ્રોલ પર ચાલવાનું… વધારે પેન્ડલ પર…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *