• છેલ્લાં એક પખવાડીયામાં ખાદ્યતેલના ભાવોમાં 20 થી 30 ટકાનો વધારો.
  • મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી.

[Mehulkumar Vyas – 9978918796]

અમદાવાદ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની આડઅસર ખાદ્યતેલ બજાર પર પડી છે. ખાદ્યતેલના પર ઝિંકાયેલા મોંઘવારી બોમ્બને કારણે મધ્યમ વર્ગની ગૃહિણીઓની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લાં 15 દિવસમાં ખાદ્યતેલના ભાવોમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે. એમાંય છેલ્લાં એક સપ્તાહમાં તો ખાદ્યતેલના ભાવો ખૂબ ઝડપથી ઉપર ગયા છે.

(આજનો Funrang જોક)

(ટાઈગર અને પકડુંના નાનપણની વાત છે. બંને ખાસ મિત્રો અને સાથે જ ભણે… 8માં ધોરણમાં બંને સાથે જ નાપાસ થયા. એટલે સ્કૂલની બહાર પાળી પર જઈને બેઠાં)

ટાઈગર – દોસ્ત… આવું રિઝલ્ટ તો ના જ ચાલે… ચાલ આપઘાત કરી લઈએ…

પકડું – ના… પકડું એવું ના કરાય..

ટાઈગર – ના શું? આવું રિઝલ્ટ જોઈને મારો બાપો તો ઝૂડી જ નાંખશે… એના કરતાં…

પકડું – ચૂપ… મરવાની વાત ના કરીશ… નહીંતર… બીજા જન્મે ફરી બાળમંદિરથી શરૂ કરવું પડશે…

ટાઈગર – હંઅઅઅ… એ પણ છે નહીં… ચાલ ઘરે જઈને માર ખાઈ લઈએ… અને ભણવા પર ધ્યાન આપીએ..

દૂધના ભાવોમાં વધારો તો કરી દેવાયો છે પરંતુ, હાલ પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવાને કારણે પેટ્રોલના ભાવો વધારવામાં આવ્યા નથી. જોકે, ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલના ભાવમાં 10 થી 20 રૂપિયાનો તબક્કાવાર વધારો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે બીજી તરફ, ખાદ્યતેલમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

વેપારી જગતમાંથી મળતી જાણકારી અનુસાર, યુક્રેન અને રશિયામાં ચાલી રહેલાં યુદ્ધને કારણે ખાદ્યતેલના ભાવ વધી રહ્યા છે. દેશની જરૂરીયાત મુજબ 60 ટકા તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે. મલેશિયાથી મોટા ભાગે પામોલીન તેલ આયાત કરાય છે. આગામી સમયમાં દેશી તેલની પણ ભારતમાં અછત સર્જાય તેવી શક્યતા છે.

છેલ્લાં ત્રણ દિવસમાં વિવિધ ખાદ્યતેલના ભાવમાં થયેલો વધારો
ખાદ્યતેલ સોમવાર મંગળવાર બુધવાર
સીંગતેલ 2440 2490 2530
કપાસીયા 2380 2460 2490
પામોલીન 2275 2425 2495
સરસવ 2440 2430 2430
સનફ્લાવર 2280 2370 2400
વનસ્પતિ ઘી 2380 2420 2460
કોપરેલ 2580 2580 2580

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(આજના ન્યૂઝ કાર્ટૂન જુઓ એક જ વિડીયોમાં)

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *