- ગુજરાત ATSની ટીમે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો.
- કલકત્તાના જ્વેલરનું અપહરણ કરી રૂ. 1 કરોડ ખંડણી માંગી હતી.
- ટેલિફોનના વાયરથી જ્વેલરનું ગળું ભીંસી હત્યા કરી વિશાલ શર્મા ફરાર થઈ ગયો હતો.
- કોલકત્તા પોલીસે આરોપીના માથે રૂ. 50000નું ઇનામ જાહેર કર્યું હતું.
[Mehulkumar Vyas – 9978918796]
અમદાવાદ । રૂ. 25 લાખ ખંડણી મળવા છતાં કલકત્તાના અપહ્યત જ્વેલરની હત્યા કરનાર શખ્સને ગુજરાત ATSની ટીમે શિરડીથી ઝડપી પાડ્યો હતો. શિરડી જતાં અગાઉ હત્યાનો આરોપી અમદાવાદ ખાતે રોકાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, અપહરણ અને હત્યા કેસના ફરાર આરોપીના માથે રૂ. 50000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
કલકત્તાના શાંતિલાલ વૈદ્ય નામના જ્વેલરનું વિશાલ શર્મા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. શાંતિલાલના છૂટકારા માટે વિશાલે રૂ. 1 કરોડની ખંડણી માંગી હતી. વાતચીતના અંતે પરિવારજનોએ રૂ. 25 લાખ ચૂકવ્યા હતાં. ખંડણીના રૂ. 25 લાખ મળી જવા છતાં વિશાલ શર્માએ ટેલિફોનના વાયરથી શાંતિલાલ વૈદ્યનું ગળું ભીંસી, હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ વિશાલ શર્મા ફરાર થઈ ગયો હતો.
અપહરણ અને હત્યા કેસનો આરોપી વિશાલ શર્મા અમદાવાદના રાયપુર વિસ્તારની એક હોટલમાં રોકાયો હોવાની બાતમી ગુજરાત ATS ને મળી હતી. જોકે, ત્યારે તે ઝડપી શકાયો નહોતો. વધુ તપાસમાં ટીમને જાણકારી મળી કે, વિશાલ શર્મા નામ છુપાવીને મહારાષ્ટ્રના શિરડી ખાતે સંતાયો છે. જેના આધારે ATSની ટીમે શિરડી ખાતેથી આરોપીને ઝડપી પાડી, કલકત્તા પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર અને પકડું આજે પીવા બેઠાં… બે અંદર ગયા પછી)
પકડું – યાર, ગુજરાતમાં દારૂબંધી છે આપણે ના પીવો જોઈએ…
ટાઈગર – સાચી વાત છે ભઈ, મને પણ બહુ દુઃખ થાય છે… દારૂબંધી હોવા છતાં આપણે પીએ છીએ…
પકડું – આપણે પીવાનું બંધ કરી દઈએ…
ટાઈગર – સાચી વાત છે… કાલથી બંધ… જો ના મળે તો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz