(ઝડપાયેલો અમદાવાદનો મૌલવી ઐયુબ) તેમજ (કિશન ભરવાડની ફાઈલ તસવીર)
- હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSને સોંપવામાં આવી.
- કટ્ટરવાદી ‘તહરીક-એ-નમુને રિસાલત’ નામના સંગઠન હત્યા માટે જવાબદાર.
- ‘તહરીક-એ-નમુને રિસાલત’ પહેલા ‘તહરીક-એ-ફરૌખ ઈસ્લામ’ નામથી ઓળખાતું હતું.
- કટ્ટરવાદી સંગઠનનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી ‘તહરીક-એ-લબ્બેક’ સાથે સંબંધ.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । ધંધુકાના કિશન બોળીયા (ભરવાડ)ની હત્યા પ્રકરણમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જમાલપુરના મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ બાદ સામે આવ્યું છે કે, મૌલવી કટ્ટરવાદી સંગઠન ‘તહરીક-એ-નમુને રિસાલત’ સાથે સંકળાયેલો છે. અને આ કટ્ટરવાદી સંગઠનના તાર પાકિસ્તાનની રાજકીય પાર્ટી ‘તહરીક-એ-લબ્બેક’ સાથે જોડાયેલા છે. તદ્ ઉપરાંત અમદાવાદના મૌલવીને રાજકોટના શખ્સે હથિયાર પહોંચાડ્યું હોવાની વિગતો પણ સપાટી પર આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધંધુકામાં માલધારી અને ભરવાડ સમાજમાં રોષની લાગણી વ્યાપી હોઈ તંગદીલી સર્જાઈ હતી. રાણપુર બાદ આજે બાવળા અને લીંબડી બંધનું એલાન અપાયું હતું. તો વિરમગામમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતાં. રાધનપુરમાં દેખાવો કરતું ટોળું બેકાબુ બનતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
કિશન ભરવાડ દ્વારા ફેસબુક કરાયેલી પોસ્ટને કારણે તેને સબક શીખવાડવા માટે શબ્બીર દ્વારા હત્યાનો પ્લાન બનાવાયો હતો. મુંબઈના મૌલવી કમરના માધ્યમથી તે અમદાવાદના મૌલવી ઐયુબના સંપર્કમાં આવ્યો હતો. અને મૌલવીએ હથિયારની વ્યવસ્થા કરી આપતાં શબ્બીરે ઇમ્તિયાઝની મદદગારી લઈને કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં કિશન ભરવાડનું મોત નિપજ્યું હતું. આ મામલો રાજ્યભરમાં ચકચાર મચાવી રહ્યો છે. ધંધુકા સહિત અનેક શહેરોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, પોસ્ટના કારણે સર્જાયેલા વિવાદને પગલે જામીન પર છુટેલા કિશન ભરવાડને મારી નાંખવાની ધમકીઓ મળતી હતી. જેને કારણે પરિવારજનો તેને ઘરની બહાર નહીં જવા માટે સમજાવતાં હતાં. ઝેરોક્સની દુકાન ધરાવતાં કિશનના ઘરે 20 દિવસ અગાઉ પારણું બંધાયું હતું. દીકરીનો જન્મ થતાં પરિવારમાં આનંદનો માહોલ હતો. કિશન મોટેભાગે ઘરમાં જ સમય પસાર કરતો હતો. જોકે, શબ્બીરે રેકી કરીને 25મી જાન્યુઆરીએ હત્યાને અંજામ આપવાનું હોવાનું સપાટી પર આવ્યું છે.
કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની 7 ટીમો જોડાઈ છે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS પણ તપાસમાં જોડાઈ છે. હાલના તબક્કે પાકિસ્તાનના ત્રણથી ચાર સંગઠનના નામો આ કેસમાં સામે આવ્યા છે. આજે ગ્રામ્ય પોલીસ જમાલપુરના મૌલવી ઐયુબને કોર્ટમાં રજૂ કરી, 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે.
મુંબઈના મૌલવી કમરની હત્યા કેસમાં સંડોવણી સામે આવી હોઈ, પોલીસે તેને શોધવા ટીમો રવાના કરી દીધી છે. તેમજ મૌલવી ઐયુબ હથિયાર ક્યાંથી લાવ્યો અને તેના માટે કેટલા નાણાં ચુકવ્યા વગેરે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ‘તહરીક-એ-નમુને રિસાલત’ સંગઠન આ હત્યા કેસમાં જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ કટ્ટરવાદી સંગઠન અગાઉ ‘તહરીક-એ-ફરૌખ ઈસ્લામ’ નામે ઓળખાતું હતું. અને તેનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી ‘તહરીક-એ-લબ્બેક’ સાથે હોવાનું જાણવા મળે છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – કાલે મારો ભદા સાથે ઝગડો થઈ ગયો…
પકડું – પછી?
ટાઈગર – પછી શું… સ્હેજ વિચારીને જવા દીધો…
પકડું – શું વિચારીને છોડ્યો?
ટાઈગર – એજ કે, એ મારા કરતાં વધારે તાકાતવાળો છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz