• યુવતી લગ્ન ના કરે તે માટે વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરાયું.
  • વર્ષ 2016 થી 2018 દરમિયાન વિદ્યાર્થિની પર શિક્ષક મયંક દિક્ષીતે દુષ્કર્મ આચર્યું.

Mehulkumar Vyas. [9978918796]

અમદાવાદ । શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા Allen ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ માટે આવતી 16 વર્ષિય સગીરાને ‘પ્રેમના પાઠ’ ભણાવી, બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર શિક્ષકને વસ્ત્રાપુર પોલીસે ‘કાયદાના પાઠ’ ભણાવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ યુવાવસ્થામાં પ્રવેશેલી વિદ્યાર્થિની અન્ય કોઈ સાથે લગ્ન ના કરે તે માટે શિક્ષક દ્વારા વિડીયો વાઈરલ કરી દેવાની ધમકી આપીને બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું.

થલતેજના Allen ક્લાસિસના શિક્ષક મયંક દિક્ષીતે વર્ષ 2016માં 16 વર્ષિય વિદ્યાર્થિની પર નજર બગાડી હતી. વિદ્યાર્થિનીને ફોસલાવી પટાવીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ શિક્ષકે વર્ષ 2018 સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે વિદ્યાર્થિનીએ કોઈને જાણ કરી નહોતી. ત્યારબાદ યૂવાવસ્થામાં પ્રવેશેલી વિદ્યાર્થિનીએ શિક્ષક સાથે સંબંધો કાપી નાંખતાં તેણે બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું.

દરમિયાનમાં યુવતીના લગ્ન નક્કી થયા હતાં. જે અંગે જાણ થતાં શિક્ષકે તેઓની અંગતપળોનો વિડીયો વાઈરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ટ્યૂશન ક્લાસના શિક્ષકના ત્રાસથી થાકી ગયેલી યુવતીએ આખરે પરિવારજનોને જાણ કરી દીધી હતી. જેને પગલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદને આધારે Allen ક્લાસમાં ફરજ બજાવતાં અને હાલ Byju’s ક્લાસીસના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાં મયંક દીક્ષિતની પોલીસે ધરપકડ કરી હતી.

(આજનો Funrang જોક)

પકડું – મારા પપ્પા કામ કરવા ગયા છે, આ વાક્યનું ભવિષ્યકાળ શું થાય?

ટાઈગર – એ કાલે પણ કામ કરવા જશે… કોઈના બાપની તાકાત હોય તો રોકી બતાવે…. એ છે જ અકડું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *