- કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે 11 જણા સાથે નિકળેલો પરિવાર પાછળ રહી ગયો હતો.
- કલોલ તાલુકાના જગદીશભાઈ પટેલ, પત્ની વૈશાલીબહેન, પુત્રી વિંહગા અને પુત્ર ધાર્મિક થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતાં.
- અમારી વિનંતી છે કે, આવું કામ ફરી કોઈ ના કરે – કેનેડા ગુજરાત સમાજ અગ્રણી હેમંત શાહ
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । તાજેતરમાં કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરવાના ઇરાદે 11 ગુજરાતીઓ સાથે નિકળેલાં પરિવારના 4 સભ્યોનું માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાથી મોત નિપજ્યું હોવાની દુઃખદ ઘટના બની હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવાર માટે કેનેડામાં ગુજરાતી સમાજ દ્વારા ઓનલાઈન પ્રાર્થના સભા યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કેનેડા પોલીસે મૃતકોના પરિવારનો સંપર્ક કર્યો છે. અને હાલ મૃતદેહો ભારત લાવવા કે પછી કેનેડામાં અંતિમ વિધી કરવી એ અંગે પરિવારજનો સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે.
કેનેડા – અમેરિકા બોર્ડ પર ગેરકાયદે ઘુસણખોરી કરવા માટે એજન્ટ સાથે 11 ગુજરાતીઓ મહેશભાઈ વાડીલાલ પટેલ, વર્શિલ પંકજકભાઈ ધોબી, અર્પિતકુમાર રમેશભાઈ પટેલ, પ્રિન્સકુમાર જયંતિભાઈ પટેલ, સુજિતકુમાર અલ્પેશભાઈ પટેલ, યશ દશરથભાઈ પટેલ, પ્રિયંકા કાંતિભાઈ ચૌધરી સાથે કલોલ તાલુકાના ડિંગુચા ગામના જગદીશભાઈ બળદેવભાઈ પટેલ, તેમની પત્ની વૈશાલીબહેન, પુત્રી વિહંગા અને ચાર વર્ષિય પુત્ર ધાર્મિક નિકળ્યા હતાં.
-35 ડિગ્રી તાપમાનમાં લગભગ સાડા અગિયાર કલાક પગપાળા ચાલીને બોર્ડર ક્રોસ કરવા નિકળેલાં 11 ગુજરાતીઓ પૈકી 7 બોર્ડર પાર કરી શક્યા હતાં. જ્યારે ચાર સભ્યોનો પરિવાર વિખૂટો પડી ગયો હતો. બોર્ડર પાર કરી ગયેલાં સાત શખ્સો સહિત એજન્ટને અમેરિકાની પોલીસે ઝડપી લીધા હતા. ત્યારબાદ ચાર શખ્સો પાછળ રહી ગયા હોવાની જાણ થતાં તેઓની શોધખોળ કરવામાં આવતાં તેઓના મૃતદેહ મળી આવ્યા હતાં.
કેનડાના ગુજરાતી સમાજ દ્વારા મૃતક પરિવાર માટે ઓનલાઈન પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. ઝૂમ મિટીંગમાં એકઠાં થયેલો લોકોએ શ્રદ્ધાજલી અર્પણ કરી હતી. પ્રાર્થના સભાનું આયોજન કરનાર કેનેડા ગુજરાત સમાજના અગ્રણી હેમંત શાહે સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે, હું છેલ્લાં 48 વર્ષથી રહું છું. અત્યારની ઠંડીમાં કામ પતાવીને તરત જ ઘરે આવી જઈએ છીએ. આવા સંજોગોમાં આ લોકોએ બોર્ડર પર કેવી રીતે ગયાં એ જ નથી સમજમાં આવતું. અમારી વિનંતી છે કે, કોઈ આવું કામ ફરી ના કરે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતકો કલોલ તાલુકાના ડિંગુચા ગામના હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે ઝડપી પાડેલા અન્ય ગુજરાતીઓ પણ ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના હોવાની શક્યતાઓ છે.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર તને ગુજરાતીનું અંગ્રેજી કરતાં ફાવે…
ટાઈગર – અરે હા.. બોલને…
પકડું – સંતોષ પાસે કેરી છે…. આનું અંગ્રેજી શું થાય?
ટાઈગર – Satisfaction have mango
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz