• આઝાદ ભારતમાં સૌથી પહેલાં ફાંસીના માચડે નથ્થુરામ ગોડસેને લટકાવાયો હતો.
  • ભારતમાં સજા માફીની પ્રકિયા ઘણી લાંબી ચાલતી હોવાથી દોષિતોને ફાંસીને માંચડે લટકાવવામાં ઘણાં વર્ષો વિતે છે.
  • અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓ માટે હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ, રાષ્ટ્રપતિને દયાની અરજી જેવા વિકલ્પો બાકી છે.

[Mehulkumar Vyas – 9978918796]

અમદાવાદ આજરોજ અમદાવાદ સિરીયલ બ્લાસ્ટના દોષિત આતંકીઓ પૈકી 38ને ફાંસની સજા સ્પેશિયલ કોર્ટે ફટકારી છે. જોકે, દોષિતોને ફાંસીના માંચડે લટકાવવામાં ઘણાં વર્ષો વિતી જવાના છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડના આંકડા પ્રમાણે, દેશમાં પ્રતિવર્ષ લગભગ 130 જેટલાં દોષિતોને કોર્ટ ફાંસીની સજા ફટકારતી હોય છે. જોકે, ભારત આઝાદ થયું ત્યારથી અત્યાર સુધીમાં માત્ર 61 દોષિતોને જ ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા છે.

આઝાદ ભારતમાં સૌથી પહેલી ફાંસીની સજા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને વર્ષ 1949માં ફટકારવામાં આવી હતી. બાદમાં 15 નવેમ્બર 1959ના દિવસે નાથુરામ ગોડસેને ફાંસીના માંચડે ચડાવી દેવાયો હતો.

નેશનલ ક્રાઈમ રેકોર્ટ અનુસાર, વર્ષ 2004 થી 2013 દરમિયાન 1303 દોષિતોને ફાંસીની સજા અપાઈ હતી. જોકે, અત્યાર સુધીમાં માત્ર 8 અપરાધીઓને જ ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા છે. વર્ષ 2019ના સત્તાવાર આંકડા અનુસાર, ભારતમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 395 દોષિતોને ફાંસીની સજા થઈ છે. બિહારમાં 144, મહારાષ્ટ્રમાં 129, તામિલનાડુમાં 106 જ્યારે કર્ણાટકમાં 103 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં પોક્સો એક્ટ હેઠળ 42,379 કેસો પેન્ડિંગ છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં 19,968 પોક્સો એક્ટના કેસ પેન્ડિંગ છે. જેમાં પણ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી શકે છે. ભારતમાં ફાંસીની સજા ફટકાર્યા બાદ તેના અમલમાં ઘણાં વર્ષો વિતી જતાં હોય છે કારણકે, સજા માફીની પ્રક્રિયા ઘણી લાંબી ચાલતી હોય છે.

અમદાવાદ બ્લાસ્ટના દોષિતોને પણ ફાંસીના માંચડા સુધી પહોંચતાં પહેલાં પંદરેક વર્ષો વિતી જાય તેવી શક્યતાઓ છે. અને તે અગાઉ કેટલાંક દોષિતો કુદરતી મોતથી મૃત્યુ પામે તેવી પણ શક્યતા છે. અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જોકે, આ દોષિતો પાસે ફાંસીની સજામાંથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિને દયાની અરજી જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.

દેશની પહેલી મહિલા અપરાધી શબનમને ક્યારે લટકાવાશે ફાંસીના માંચડે?

(શબનમ)

આઝાદ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એક જ મહિલાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 14 એપ્રિલ 2008ની રાત્રે શબનમે પ્રેમીની સાથે મળી જમવામાં ઘેનની દવા આપીને માતા – પિતા, 10 માસના ભત્રીજા સહિત સાત પરિવારજનોને કુહાડીના ઘા મારીને સામૂહિક હત્યાકાંડ આચર્યો હતો.

હત્યાકાંડને પગલે શબનમ અને સલીમન 2010માં ફાંસીની સજા ફટકારાઈ હતી. 2015માં સુપ્રિમ કોર્ટે સજા યથાવત્ રાખી હતી અને બાદમાં 2016માં રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી દીધી હતી. જેને પગલે શબનમને ફાંસીના માંચડા પર લટકાવી દેવાનો તખ્તો તૈયાર થયો હતો. જોકે, શબનમના સગીર દીકરાએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને દયાની અરજી કરતાં હજી સુધી શબનમને ફાંસીના માંચડે લટકાવવામાં આવી નથી.

(આજનો Funrang જોક)

(ટાઈગરને જંગલમાં ઓફિસર તરીકે નોકરી મળી. મિત્ર પકડું એને મળવા ગયો. જંગલની વાતો વાતોમાં)

ટાઈગર – એક દિવસ તો હું જંગલમાં ગયો ત્યાં મને ડાકુ મળી ગયાં…

પકડું – એમ… પછી…

ટાઈગર – મારી ઘડિયાળ, મોબાઈલ અને રૂપિયા લૂંટી ગયાં..

પકડું – પણ, તારી પાસે તો રિવોલ્વર છે ને…

ટાઈગર – સારું થયું એના પર એ લોકોની નજર ના પડી… બોલ…

Funrang classified

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *