- પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26 દોષિતોને ફાંસીની સજા થઈ હતી.
- સિરિયલ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા 11 શખ્સોને આજીવન કેદની સજા.
- એક સિવાયના તમામ દોષિતોને રૂ. 2.85 લાખનો દંડ ફટકારાયો.
- દંડની રકમમાંથી મૃતકો, વધુ ઇજાગ્રસ્તો અને સામાન્ય ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા આદેશ.
[Mehulkumar Vyas – 9978918796]
અમદાવાદ । અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 14 વર્ષે આજે દોષિતોને તેમના જઘન્ય કૃત્યની સજા પ્રાપ્ત થઈ છે. આજે ઐતિહાસિક ચુકાદો આપતાં સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસી તેમજ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ દેશમાં એક સાથે 26 દોષિતોને ફાંસીની સજા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં આપવામાં આવી હતી.
26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદમાં ક્યાં ક્યાં સિરિયલ બ્લાસ્ટ થયા હતાં?
મણિનગર વિસ્તાર
- સાંજે 6.30 કલાકે જવાહર ચોક ચાર રસ્તા, લક્ષ્મી જ્વેલર્સની સામે
- સાંજે 6.30 – 6.45 મણિનગર ચાર રસ્તા, ઓમ પાન પાર્લરની પાછળ
- સાંજે 6.45 કલાકે મણિનગર AMTS બસ સ્ટેન્ડની પાસે, જાહેર રોડ પર
- સાંજે 7.45 કલાકે LG હોસ્પિટલ કમ્પાન્ડના ગેટ નંબર બે પાસે, અંદરના ભાગે
ખાડિયા વિસ્તાર
- સાંજે 6.30 કલાકે એમ. નારાયણ દાસ એન્ડ કંપની નામની દવાની દુકાનની બાજુમાં રાયપુર ચકલા.
- સાંજે 6.30 કલાકે ગોખલે પાન હાઉસ આગળ, રાયપુર ચકલા.
- સાંજે 6.30 કલાકે મિલન કિરાણા સ્ટોર્સ દુકાન આગળ, સારંગપુર ચકલા.
ઇસનપુર વિસ્તાર
- સાંજે 6.15 – 6.30 ગોવિંદ વાડી, શાક માર્કેટ રોડ.
વટવા વિસ્તાર
- સાંજે 6.03 કલાકે નારોલ સર્કલ, મિત્તલ ચેમ્બર્સની સામે
કાલુપુર વિસ્તાર
- સાંજે 6.30 – 6.45 જનતા પાન હાઉસના ગલ્લાની આગળ
નરોડા વિસ્તાર
- સાંજે 6.30 – 6.45 ઠક્કર નગર એપ્રોચ રોડ, કુળદેવી ટી સ્ટોલની આગળ, ભાગોળ પરમશક્તિ ટી સ્ટોલની સામે
ઓઢવ વિસ્તાર
- સાંજે 6.30 – 6.45 રાજેન્દ્ર પાર્ક પાસે આવેલા ન્યૂ કામદાર પોસ્ટ ઓફિસની સામે, ખોડિયારનગર ચાર રસ્તા પાસે, મયુર ડેરીની સામે
બાપુનગર વિસ્તાર
- સાંજે 6.30 – 7.00 બાપુનગર સરદાર પટેલ ડાયમંડ માર્કેટ પાસે, શ્રીજી આઈસક્રીમની દુકાન આગળ આવેલી કીટલી પાસે
રામોલ વિસ્તાર
- સાંજે 6.40 કલાકે હાટકેશ્વરના તેજેન્દ્ર કોમ્પ્લેક્સ સામે, ઇલેક્ટ્રિક ડીપી પાછળ, હાટકેશ્વર કૈલાસધામ સોસાયટી, મ્યુનિ કચરાપેટીમાં.
અમરાઈવાડી વિસ્તાર
- સાંજે 6.45 કલાકે ન્યૂ હરિનારાયણ પાર્ક કોમ્પ્લેક્સ, જ્યોતિ મોબાઈલની દુકાન સામે.
સરખેજ વિસ્તાર
- સાંજે 7.00 કલાકે સરખેજથી અંબર ટાવર વચ્ચે, ને.હા સરખેજ પૂર્વે ½ કિમી.
શાહીબાગ વિસ્તાર
- સાંજે 7.30 – 7.45 શાહીબાગ સિવિલ ટ્રોમા સેન્ટરની પાસે, પાર્કિંગ તેમજ મુખ્ય ઝાંપાની દીવાલ પાસે.
કલોલ વિસ્તાર
- સાંજે 7.30 કલાકે ખાત્રજ અરવિંદ મિલ નજીક, એએમટીએસ બસમાં.
26 જુલાઈ 2008ના રોજ થયેલી સિરિયલ બ્લાસ્ટ કેસમાં પોલીસ દ્વારા 78 આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ ફરાર છે. સિરીયલ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર યાસિન ભટકલ દિલ્હી જેલમાં છે જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીન જેલમાં છે. 77 પૈકી 51 આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. આ કેસમાં ખાસ વકીલ તરીકે એચ. એમ. ધ્રુવ, અમિત પટેલ અને મિતેષ અમીન તેમજ સુધીર બ્રહ્મભટ્ટ સામેલ રહ્યા હતાં.
સ્પેશિયલ કોર્ટમાં ગત તા. 8 ફેબ્રુઆરી 2022ના રોજ સુનાવણી શરૂ થઈ હતી અને આજે 18 ફેબ્રુઆરીના રોજ સજા જાહેર કરવામાં આવી હતી. સુનવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો હોવાથી તેઓને મહત્તમ સજા થવી જોઈએ. તેમજ આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ, સુરંગકાંડ વગેરે બાબતો પણ કોર્ટે ધ્યાનમાં રાખવી જોઈએ.
સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, દોષિતો સુધરે તેવો અવકાશ છે. આ માટે આરોપીઓના વકીલે વાલીયામાંથી વાલ્મિકી ઋષિ બનવાની ઘટનાનું ઉદાહરણ ટાંક્યું હતું. જોકે, અદાલતે સજા સંભળાવી હતી કે કેસના 49 દોષિતો પૈકી 38ને ફાંસી જ્યારે 11ને આજીવન કેદનો આદેશ કર્યો હતો. તેમજ દોષિત નં. 7 2.88 લાખ અને તે સિવાયના દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી મૃતકોને રૂ. 1 લાખ, વધુ ઇજાગ્રસ્તોને રૂ. 50 હજાર જ્યારે સામાન્ય ઇજીગ્રસ્તને રૂ. 25 હજારનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
(ફાંસીની સજા દોષિતોની યાદી)
(આજનો Funrang જોક)
(ટાઈગરને જંગલમાં ઓફિસર તરીકે નોકરી મળી. મિત્ર પકડું એને મળવા ગયો. જંગલની વાતો વાતોમાં)
ટાઈગર – એક દિવસ તો હું જંગલમાં ગયો ત્યાં મને ડાકુ મળી ગયાં…
પકડું – એમ… પછી…
ટાઈગર – મારી ઘડિયાળ, મોબાઈલ અને રૂપિયા લૂંટી ગયાં..
પકડું – પણ, તારી પાસે તો રિવોલ્વર છે ને…
ટાઈગર – સારું થયું એના પર એ લોકોની નજર ના પડી… બોલ…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz