- શબ્બીરે અમદાવાદના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા પાસેથી હથિયાર મેળવ્યું હતું.
- શબ્બીરે ફાયરિંગ કર્યું ત્યારે ઇમ્તિયાઝ બાઈક ચલાવતો હતો.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । ધંધુકા ખાતે થયેલી કિશન ભરવાડની હત્યા અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે મિડીયાને જણાવ્યું હતું કે, કિશન ભરવાડે ફેસબુક પર કરેલી પોસ્ટ ના ગમી હોવાને કારણે શબ્બીરે ગોળી મારીને હત્યા કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આજરોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.
ગત તા. 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવાના બનાવમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં. શબ્બીર ઉર્ફે સાબા ચાપડા (રહે. મલવતવાડા, ધંધુકા)એ કિશન પર ફાયરિંગ કર્યું હતું ત્યારે ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુ પઠાણ (રહે. કોઠીફળી, ધંધુકા) બાઈક ચલાવતો હતો. આ પ્રકરણ અંગે પોલીસ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો એવી છે કે, 6 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મુકી હતી. જે અંગે 9 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
કિશને કરેલી પોસ્ટને પગલે કટ્ટર માનસિકતા ધરાવતાં શબ્બીરે આયોજન પૂવર્ક હત્યા કરી હતી. એક વર્ષ અગાઉ શબ્બીર ઇન્સ્ટાગ્રામ મારફતે મુંબઈના મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. કિશનની હત્યા કરવાની વિચારધારા મનમાં રાખી શબ્બીર મુંબઈના મૌલવીને મળ્યો હતો. મુંબઈના મૌલવીએ તેનો સંપર્ક અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબ સાથે કરાવ્યો હતો.
મૌલવી ઐયુબની મળી શબ્બીરે કહ્યું હતું કે, કિશન ભરવાડે ફેસબુક પર કરેલી પોસ્ટ મને ગમી નથી. તેને સબક શીખવવા માટે હથિયાર આપો. જેને પગલે મૌલવીએ હથિયારની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારબાદ શબ્બીરે પોતાની મિત્ર ઇમ્તિયાઝ સાથે મળી હત્યા કરી હતી.
અત્રે નોંધનિય છે કે, કિશન ભરવાડની હત્યાને પગલે બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાણપુરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અગ્રણીઓ કિશનના પરિવારજનોને મળ્યા હતાં. ધંધુકાના એક માર્ગને કિશન ભરવા નામ આપવામાં આવે અને તેનું પ્રતિમા સ્થાપવામાં આવે તેવી માગણી પર ઉચ્ચારી છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ ભારતની શોધ કોણે કરી હતી?
પકડું – કોણે?
ટાઈગર – મેં…. મને ક્લાસમાં ટીચરે નકશો બતાવી પુછ્યુ કે, ભારત ક્યાં છે… મેં જ શોધી બતાવ્યું હતું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz